India

ભાજપના દિગ્ગજ સાંસદ રવિ કિશને નાળા પર જ 'ગેરકાયદે' મકાન બાંધ્યું, CM યોગીએ ખોલી પોલ

By GS TEAM
24 Jul 20252 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે ગોરખપુરમાં 177 પરિયોજનાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'અભિનેતા અને ભાજપ સાંસદ રવિ કિશને રામગઢ તાલ વિસ્તારમાં નાળા ઉપર મકાન બનાવ્યું છે. અમે પહેલાથી જ કહ્યું હતું કે નાળા ઉપર પર કોઈ પણ બાંધકામ ન થવું જોઈએ, નહીં તો મુશ્કેલી થશે.'

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના દિગ્ગજ સાંસદ રવિ કિશને નાળા પર જ 'ગેરકાયદે' મકાન બાંધ્યું, CM યોગીએ ખોલી પોલ

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે ગોરખપુરમાં 177 પરિયોજનાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'અભિનેતા અને ભાજપ સાંસદ રવિ કિશને રામગઢ તાલ વિસ્તારમાં નાળા ઉપર મકાન બનાવ્યું છે. અમે પહેલાથી જ કહ્યું હતું કે નાળા ઉપર પર કોઈ પણ બાંધકામ ન થવું જોઈએ, નહીં તો મુશ્કેલી થશે.'

હવે મશીન બધું પકડી લે છે: સીએમ યોગી

ગોરખપુરમાં પરિયોજનાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં દરમિયાન રમૂજી અંદાજમાં મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે, 'નાળા ઉપર કોઈ બાંધકામ ન થવું જોઈએ, કારણ કે તેનાથી પૂર જેવી સમસ્યાઓ થઈ શકે છે. રવિ કિશનએ રામગઢ તાલ વિસ્તારમાં નાળા ઉપર મકાન બનાવ્યું છે. પરંતુ હવે મશીન બધું પકડી લે છે. ગેરકાયદે બાંધકામ દૂર કરવું જોઈએ. '



મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કાર્યક્રમમાં ગોરખપુરની સ્વચ્છતા સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, અર્બન ફ્લડ સેન્ટર, સેન્સર ટેકનોલોજી અને આધુનિક ડ્રેનેજ સિસ્ટમ જેવી નવીનતાઓએ શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવ્યું છે.' આ ઉપરાંત તેમણે નાગરિકોને શેરીઓમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા પ્રત્યે સભાન રહેવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી લંડન પહોંચ્યા, ભારત-બ્રિટન વચ્ચે આજે ઐતિહાસિક સમજૂતિ થશે, FTA લાગુ થશે

અગાઉ સીએમ યોગીએ રવિ કિશન પર હળવી ટીકા કરી હતી

ઉલ્લેખનીય છે કે, ગોરખપુરમાં વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણીવાર રવિ કિશન પર હળવી ટીકા કરતા જોવા મળ્યા છે. મે 2025માં શહેરી સુવિધા કેન્દ્રના ઉદ્ઘાટન દરમિયાન તેમણે રવિ કિશનના ઘરને 'શીશમહલ' કહીને મજાક કરી હતી. ડિસેમ્બર 2023માં એક કાર્યક્રમમાં તેમણે મજાકમાં પૂછ્યું હતું કે, 'શું રવિ કિશનને મોમોઝ ખાધા પછી પૈસા ચૂકવ્યા છે કે નહીં.'