Get The App

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ઉજ્જૈનના 3 ગામના નામ બદલ્યાં, કહ્યું- 'મૌલાના લખવા જતા પેન અટકી જતી..'

Updated: Jan 6th, 2025

GS TEAM

Google News
Google News
MP Villages Names Changed

MP Villages Names Changed: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રવિવારે ઉજ્જૈન અને ઈન્દોરના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે ઉજ્જૈન જિલ્લાના ત્રણ ગામોના નામ બદલવાની જાહેરાત કરી હતી. જેમાં મૌલાના, ગજનીખેડી અને જહાંગીરપુર ગામોનો સમાવેશ થાય છે. 

ઉજ્જૈન જિલ્લાના ત્રણ ગામોના નામ બદલવાની જાહેરાત

જાહેરાત કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું કે, 'મૌલાના ગામનું નામ લખતી વખતે પેન અટકી જાય છે, તેથી હવે તે વિક્રમ નગર તરીકે ઓળખાશે.' આ સિવાય સીએમ મોહન યાદવે 'જહાંગીરપુર'નું નામ બદલીને 'જગદીશપુર' અને 'ગજનીખેડી'નું નામ બદલીને 'ચામુંડા માતા નગરી' કરવાની પણ જાહેરાત કરી હતી. 

સીએમ મોહને કહ્યું, 'મૌલાના ગામમાં, લોકો પોતાના દમ પર ઉદ્યોગસાહસિકતાનું ઉદાહરણ બની રહ્યા છે. અહીં એવા મશીનો ઉપલબ્ધ છે જે પંજાબ અને હરિયાણા જેવા વિસ્તારોમાં જોવા મળે છે. પરંતુ મને સમજાયું નહીં કે ગામની અંદર આ નામ સાથે શું છે. ઔદ્યોગિક ક્ષેત્રે પોતાની મેળે કામ થાય તો મૌલાના ગામમાં થાય પણ નામ લખે તો અટકી જાય કેમ કે હું રાજા વિક્રમાદિત્યના શહેરમાંથી આવું છું એટલે નક્કી કર્યું છે કે મૌલાનાનું નામ બદલીને વિક્રમનગર કરવામાં આવશે.'

ગજનીખેડી ચામુંડા માતા નગરી તરીકે ઓળખાશે

ગજનીખેડી પંચાયતનું નામ બદલીને ચામુંડા માતા નગરી કર્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, 'અહીં કલેક્ટર હાજર છે, તમે ગજનીખેડીની અંદર નવા વિકાસ માટે પ્રસ્તાવ આપો. અમે બધા અહીંથી અમારી મંજૂરી જાહેર કરીએ છીએ. આ પછી હવે જહાંગીરપુર ગ્રામ પંચાયતનું નામ બદલીને જગદીશપુર કરવામાં આવશે. અમારી પંચાયત હવે જગદીશપુર તરીકે ઓળખાશે.'

આ પણ વાંચો: શ્વાસમાં તકલીફ, બર્ડ ફ્લૂ જેવા લક્ષણ... ચીનમાં ફેલાતા HMPV વાયરસથી બચવા દિલ્હીમાં એડવાઈઝરી જાહેર

ગામડાઓ અને શહેરોના નામ લોક લાગણીને અનુરૂપ રાખીશુંઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, 'જ્યારે અન્ય શહેરોના નામ બદલી શકાય છે તો આપણે આપણી પંચાયતોના નામ કેમ બદલી શકતા નથી. આથી હવે ગામડાઓ અને શહેરોના નામ જનભાવના પ્રમાણે જ રાખવામાં આવશે.'

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ઉજ્જૈનના 3 ગામના નામ બદલ્યાં, કહ્યું- 'મૌલાના લખવા જતા પેન અટકી જતી..' 2 - image