VIDEO : મોહર્રમના જુલૂસમાં કાર બ્લાસ્ટ કરાતા વિવાદ, દોષિતો સામે કાર્યવાહી કરવા VHPની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ujjain Muharram Video Controversy : વિશ્વ હિન્દુ પરિષદે (VHP) મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મોહર્રમ જુલૂસ દરમિયાન થયેલી એક ઘટનાની તપાસ કરવાની માગ કરી છે. આ ઘટનામાં એક વૅનને ક્રેનથી લટકાવીને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવી હતી. સંગઠને જણાવ્યું કે, ધાર્મિક આયોજનોના નામે આવા ખતરનાક શક્તિ પ્રદર્શનને સભ્ય સમાજમાં ક્યારેય સ્વીકારી શકાય નહીં.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
VHPની આ માગણી 23 જૂનની રાત્રે બડનગરમાં કાઢવામાં આવેલા મોહર્રમ જુલૂસનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સામે આવી છે. વીડિયોમાં એક ક્રેન દ્વારા વૅનને હવામાં આશરે 40 ફૂટ ઊંચે ઉઠાવેલી જોઈ શકાય છે, જ્યારે બે યુવકો ત્યાં ઝંડા લહેરાવી રહ્યા હતા. તે પછી તરત જ એ વૅનને એક જોરદાર ધડાકા સાથે ઉડાવી દેવામાં આવી હતી.
ધર્મના નામે ડર ફેલાવવાનો આક્ષેપ
VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આનો મુખ્ય હેતુ ધર્મના નામે ડર પેદા કરવાનો અને શક્તિનું પ્રદર્શન કરવાનો હતો.
આ પણ વાંચો : સોનાના ભાવમાં 10 વર્ષનો સૌથી મોટો કડાકો! ચાંદીની કિંમત પણ રેકોર્ડ હાઈથી અડધી, જાણો કારણ
'સભ્ય સમાજમાં આવા શક્તિ પ્રદર્શન સ્વીકાર્ય નહીં'
બંસલે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘મધ્ય પ્રદેશના બડનગર (ઉજ્જૈન)માં મોહર્રમ જુલૂસ દરમિયાન ક્રેનથી લટકાવીને કારને વિસ્ફોટથી ઉડાવવાની ઘટના અત્યંત ગંભીર છે. બે દિવસ પહેલાં રાત્રિના અંધારામાં આ કોઈ સામાન્ય ધાર્મિક આયોજન નહોતું, પરંતુ કટ્ટરપંથીઓ દ્વારા ભય અને આતંકી માનસિકતાનું ખુલ્લેઆમ પ્રદર્શન હતું. ધર્મના નામે ધડાકા, ભય અને શક્તિનું પ્રદર્શન કરનારાઓએ સમજી લેવું જોઈએ કે બાબાના ભક્તો આતંક, કટ્ટરતા અને જેહાદી માનસિકતા સામે ક્યારેય ઝૂકવાના નથી. ધાર્મિક આયોજનોના નામે વિસ્ફોટક અને ખતરનાક શક્તિ-પ્રદર્શન સભ્ય સમાજમાં ક્યારેય પણ સ્વીકાર્ય હોઈ શકે નહીં.'
મુખ્યમંત્રી અને પોલીસ સામે સવાલો
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને રાજ્યની પોલીસને ટેગ કરીને બંસલે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવાની માગ કરી છે. વિહિપ નેતાએ સવાલ ઉઠાવતા કહ્યું કે, 'આના માટે પરવાનગી કેવી રીતે આપવામાં આવી અને દોષિતો સામે શું કાર્યવાહી કરાઈ છે? મધ્ય પ્રદેશ સરકાર અને પોલીસે આ અંગે તાત્કાલિક તપાસ કરવી જોઈએ.'
આ પણ વાંચો : ભારતમાં 48 અબજ ડોલરનું રોકાણ કરશે એમેઝોન! PM મોદી સાથે બેઠક બાદ CEOની જાહેરાત









