Get The App

દિલ્હીમાં ૩.૨૧ કરોડ રુપિયાનો ખર્ચ છતાં કલાઉડ સીડિંગ પ્રયોગનું શુન્ય પરિણામ

ગુજરાત કમોસમી વરસાદથી પરેશાન, દિલ્હી વરસાદથી વંચિત

વાયુ પ્રદૂષણ ઘટાડવા કૃત્રિમ વરસાદનો પ્રયોગ નિષ્ફળ બન્યો

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં ૩.૨૧ કરોડ રુપિયાનો ખર્ચ છતાં કલાઉડ સીડિંગ પ્રયોગનું શુન્ય પરિણામ 1 - image


નવી દિલ્હી,૩૦ ઓકટોબર,૨૦૨૫, ગુરુવાર

રુપિયાનું ગુજરાતમાં ખેડૂતો કમોસમી વરસાદથી પરેશાન છે પરંતુ દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાંથી મુકિત મેળવવા માટે કૃત્રિમ વરસાદ (કલાઉડ સીડિંગ)ના પ્રયોગ પાછળ ૩.૨૧ કરોડ કરોડ રુપિયાનો ખર્ચ કરવા છતાં એક ટીંપુ પણ વરસાદ પડયો નથી. વરસાદના થોડાક ફૂવારા માટે લાખો રુપિયાનો ખર્ટ કરવા બદલ દિલ્હી સરકારની ટીકા પણ થવા લાગી છે. દિલ્હી સરકાર અને આઇઇટી કાનપુર દ્વારા સંયુકત રીતે કલાઉડ સીડિંગનો પ્રયાસ થયો પરંતુ હજુ સુધી પરિણામ શુન્ય  રહેતા દિલ્હીમાં ઝેરીલી હવાનું સ્તર ૩૦૦ આસપાસ પહોંચી ગયું છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર ૨૮ ઓકટોબરના રોજ ૩૦૦ ચોરસ કિમી વિસ્તારમાં કલાઉડ સીડિંગના બે ટ્રાયલ કરવામાં આવ્યા હતા. દિલ્હી સરકાર પાંચ ટ્રાયલ માટે ૩.૨૧ કરોડ રુપિયાનું બજેટ ફાળવ્યું હતું. કુલ ૯ જેટલા ટ્રાયલ થશે એ હિસાબે ગણીએ તો કુલ ૩૫.૬૭ લાખ રુપિયા ખર્ચ થઇ રહયા છે.  અત્યાર સુધીના ૩ ટ્રાયલમાં ૧.૦૭ કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. કાનપુર આઇઆઇટીના ડાયરેકટરના જણાવ્યા અનુસાર દરેક ટ્રાયલનો ખર્ચ વધારે આવી રહયો છે. ટ્રાયલ ખર્ચમાં વિમાનનું મેન્ટેનન્સ, પાયલટ ફીસ અને આ ઉપરાંત કાનપુરથી દિલ્હી સુધીના ૪૦૦ કિમીનો ફલાઇટ ખર્ચ સામેલ છે. 

દિલ્હીમાં ૩.૨૧ કરોડ રુપિયાનો ખર્ચ છતાં કલાઉડ સીડિંગ પ્રયોગનું શુન્ય પરિણામ 2 - image

આમ જોવા જઇએ તો દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ પાછળ ૩૦૦ કરોડ રુપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે એ રીતે જોઇએ તો આ ખર્ચ મર્યાદિત જણાય પરંતુ આ એક અસ્થાયી અને બિન ટકાઉ પ્રયોગ હોવાથી તેમાં જરાંય પણ સકારાત્મક પરિણામ નહી મળવુંએ ચિંતાનો વિષય છે. કૃત્રિમ વરસાદ માટે હજુ પણ પ્રયત્નો ચાલું છે પરંતુ સફળતા મળે તેવી શકયતા ઓછી છે. નિષ્ણાતોનું માનવું છે કે કલાઉડ સીડિંગ માટે જે તે સ્થળના હવામાનમાં ૫૦ ટકા જેટલો ભેજ હોવો જરુરી છે. જો આટલો ભેજ ના હોયતો કલાઉડ ફોર્મેશન વરસાદ માટે ઉભું થતું નથી.


Tags :