પંજાબમાં પાસ્ટર બજિન્દર સિંહની મુશ્કેલી વધી
ગયા મહિને જ એક મહિલાએ બજિન્દર સિંહ પર પાંચ વર્ષ સુધી તેનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો
પંજાબના જાલંધરમાં રહેતો બજિન્દર સિંહ 'ધ ચર્ચ ઓફ ગ્લોરી એન્ડ વિઝડમ'નો પ્રમુખ છે અને પોતાને પૈગંબર બજિન્દર કહે છે. ગયા મહિને તેની ઓફિસનું એક સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યું છે, જેમાં બજિન્દર સૌથી પહેલાં તો એક વ્યક્તિને વારંવાર થપ્પડ મારે છે. તેના પર છુઠ્ઠી ખુરશી ફેંકે છે.
બજિન્દર ત્યાર પછી બાજુમાં બેઠેલી મહિલા સાથે ઝઘડો કરવા લાગે છે અને ખૂબ જ ગુસ્સામાં આવીને તે અચાનક મહિલાના મોં પર પુસ્તક જેવી વસ્તુ મારે છે. આથી મહિલા તેની પાસે જઈને વિરોધ નોંધાવે છે ત્યારે બજિન્દર તેને થપ્પડ પણ મારી દે છે. આ સમયે રૂમમાં હાજર અન્ય લોકો વચ્ચે પડતા જોવા મળે છે અને બજિન્દરને રોકવાનો પ્રયત્ન કરે છે. જોકે, બજિન્દર સિંહ જેમની સાથે ઝઘડો કરે છે તે તેમના કર્મચારીઓ હોવાનું કહેવાય છે. જોકે, આ ઝઘડો શેના કારણે થયો હતો તે જાણી શકાયું નથી.
થોડા સમય પહેલા એક મહિલાએ સ્વયંભુ ધર્મગુરુ બની બેઠેલ બજિન્દર સિંહ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. મહિલાએ પોલીસે તેની ફરિયાદમાં કહ્યું હતું કે તે ૨૦૧૭માં બજિન્દરના ચર્ચમાં જોડાઈ હતી અને ૨૦૨૩માં ચર્ચ છોડી દીધું હતું. ૨૦૨૨માં બજિન્દરે કથિત રીતે તેની છેડતી હતી.
મોહાલીમાં પત્રકારો સાથે વાત કરતા મહિલાએ કહ્યું કે, તે કોલેજમાં જતી હતી ત્યારે મારો પીછો કરવા માટે તે કાર મોકલતો હતો. કાર મારા ઘર સુધી પીછો કરતી હતી. તેણે મને કહ્યું કે શું તું ઈચ્છે છે કે તારા પિતા ક્યારેય ઘરે પાછા જ ના ફરે અને શું એમ ઈચ્છે છે કે તારી માતા ચર્ચમાંથી જીવતાં પાછાં ના ફરે. હું ઉદાસ હતી અને કોઈને મારી આપવીતી કહી શકી નહોતી. મહિલાએ એવો પણ આરોપ મૂક્યો કે બજિન્દર અફિણનો વેપાર અને મહિલાઓની તસ્કરીમાં પણ સંડોવાયેલો હતો. તે મહિલાઓ સાથે ખોટા કામ કરે છે અને કોઈપણ અવાજ ઉઠાવે તો તેને મારી નાંખવામાં આવે છે અથવા ધમકાવાય છે. જોકે, બજિન્દર સિંહે આ આક્ષેપો ફગાવી દીધા હતા.


