રામવિલાસ પાસવાનના દિકરા ચિરાગ પાસવાન બન્યા LJP અધ્યક્ષ
નવી દિલ્હી, તા. 05 નવેમ્બર 2019, મંગળવાર
જમુઈથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને મંગળવારે લોકજનશક્તિ પાર્ટી(LJP)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. આ બેઠકમાં રામવિલાસ પાસવાન પણ હાજર રહ્યાં. ચિરાગ પાસવાન હવે તેના પિતાની જગ્યા લેશે.
2014ની લોકસભાની ચૂંટણી પહેલાં રામવિલાસ પાસવાવે ચિરાગ પાસવાનને સંસદીય બોર્ડના અધ્યક્ષની જવાબદારી સોંપી હતી. તેના પાંચ વર્ષ બાદ તેમના હાથમાં પાર્ટીની કમાન સોંપી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં સીટોની વહેંચણી અને ઉમેદવારોની પસંદગીમાં ચિરાગે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ફિલ્મી જગતમાં નાકામ રહ્યાં બાદ ચિરાગ પાસવાન રાજનીતિમાં આવ્યા હતા. 2013માં ચિરાગ પાસવાન ફિલ્મી દુનિયા છોડીને રાજનીતિમાં સક્રિય થયા હતા.