Get The App

બેંગલુરૂ નાસભાગમાં મૃતકોના પરિવારજનોને મળશે 25-25 લાખનું વળતર, CM સિદ્ધારમૈયાની જાહેરાત

Updated: Jun 7th, 2025

GS TEAM

Google News
Google News
બેંગલુરૂ નાસભાગમાં મૃતકોના પરિવારજનોને મળશે 25-25 લાખનું વળતર, CM સિદ્ધારમૈયાની જાહેરાત 1 - image

Chinnaswamy Stadium Tragedy: બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બનેલી દુર્ઘટના બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટી જાહેરાત કરી છે. તેમણે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને આપવામાં આવેલા વળતરની રકમને વધારીને 25 લાખ રૂપિયા કરવાનો આદેશ આપ્યો છે.

આ અગાઉ રાજ્ય સરકારે 10 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી, પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રીએ આ રકમ વધારવાનો નિર્ણય લીધો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે અસરગ્રસ્ત પરિવારોને જલ્દીથી જલ્દી આ વળતર આપવામાં આવે જેનાથી તેમને આર્થિક રાહત મળી શકે. ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમમાં થયેલી નાસભાગથી સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે.


11 લોકોનો જીવ ચાલ્યો ગયો હતો

આ દુર્ઘટના ત્યારે બની જ્યારે હજારોની ભીડ RCBના 18 વર્ષ બાદ IPL ટ્રોફી જીતવાના જશ્ન મનાવવા માટે સ્ટેડિયમમાં જવા માટે ઉમટી હતી. પ્રત્યક્ષદર્શીઓના અનુસાર, જશ્ન દરમિયાન સ્ટેડિયમની બહાર અને અંદર અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ, જેનાથી અફરાતફી મચી ગઈ. આ દુર્ઘટનામાં 11 લોકોના જીવ ગયા હતા અને અનેક ઘાયલ થઈ ગયા હતા.