PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા
China SCO Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા દરમિયાન SCO શિખર સંમેલનમાં તેમની મુલાકાત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થઈ. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ હાથ જોડીને એક ખૂણામાં ઊભા રહ્યા અને પીએમ મોદી અને પુતિનને વાત કરતા જોઈ રહ્યા. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.
પીએમ મોદી ચીનની બે દિવસીય યાત્રા પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ચીનની બે દિવસીય યાત્રા પર છે. આજે પીએમ મોદી SCO શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિની આ મુલાકાત પર આખી દુનિયાની નજર હતી.
આ દરમિયાન એક ઘણું જ રસપ્રદ દ્રશ્ય સામે આવ્યું છે. પાકિસ્તાન પણ SCOનો એક ભાગ છે, તેથી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ આ શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ સમયે તેઓ પણ હોલમાં હાજર હતા, પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું જેની તેમને પણ અપેક્ષા નહોતી.
શાહબાઝ શરીફ જોતા જ રહ્યા
પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એકબીજા સાથે વાત કરતા આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન શાહબાઝ શરીફ હાથ જોડીને એક ખૂણામાં ઊભા રહ્યા હોય તેવું જોવા મળ્યું. સૌથી ધ્યાન આપવા જેવી વાત એ છે કે, પાકિસ્તાનના પીએમ સાથે ન તો કોઈ વાત કરી રહ્યું હતું અને ન તો કોઈ તેમની આસપાસ ઊભું હતું. જ્યારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગળ વધી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાનના પીએમ માત્ર તાકીને જોઈ રહ્યા. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.