Get The App

'તાઇવાન પ્રાચીનકાળથી ચીનનો હિસ્સો, અમને એક થવાથી કોઈ નહીં રોકી શકે', ચીની રાજદૂતનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ!

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
'તાઇવાન પ્રાચીનકાળથી ચીનનો હિસ્સો, અમને એક થવાથી કોઈ નહીં રોકી શકે', ચીની રાજદૂતનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ! 1 - image


Image Source: IANS

China Statement on Taiwan: ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઇહોંગે રવિવારે (4 જાન્યુઆરી, 2026) તાઇવાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે તાઇવાન પર ચીનના આકરા વલણને દોહરાવતા કહ્યું કે, 'તાઇવાન પ્રાચીન કાળથી જ ચીનનો ભાગ રહ્યું છે અને આ વાતને લઈને કોઈ વિવાદ કે બીજો વિચાર નથી. તાઈવાનથી જોડાયેલા ઇતિહાસ અને કાયદાકીય તથ્ય સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે.' આ નિવેદન આપીને ચીને તાઇવાન અને અમેરિકા બંનેને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.

ચીનના રાજદૂતે શું કહ્યું?

ચીનના રાજદૂતે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી. જેમાં શૂ ફેઇહોંગે કહ્યું કે, 'પીપલ્સ રિપબ્લિક ઓફ ચીન (PRC)ની સરકારની સ્થાપના વર્ષ 1949ના ઓક્ટોબર મહિનામાં થઈ હતી. જેણે રિપબ્લિક ઓફ ચીનની સરકારની જગ્યા લેતા આખા ચીનનું પ્રતિબંધિત્વ કરનારી એકમાત્ર કાયદાકીય સરકાર તરીકે કામ સંભાળ્યું હતું.'

તેમના અનુસાર, 'સરકારમાં ફેરફાર છતાં ઇન્ટરનેશનલ કાયદાના વિષય તરીકે ચીનની સ્થિતિ નથી બદલાઈ. PCR સરકાર સ્વાભાવિક રીતે આખા ચીનની સંપ્રભુતાની માલિક છે અને તેનો ઉપયોગ કરે છે, જેમાં તાઇવાન પર સંપ્રભુતા પણ સામેલ છે.'

તેમણે વધુમાં કહ્યું કે, 'ગૃહયુદ્ધ અને બહારી તાકાતોના હસ્તક્ષેપના કારણે જલડમરૂમધ્યના બંને કિનારાઓ વચ્ચે રાજનીતિક ટકરાવ બની રહ્યું, પરંતુ તેનાથી ચીનની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા પર કોઈ અસર નથી પડી. ચીનનો વિસ્તાર ક્યારેય વિભાજીત નથી થયું. તાઇવાન ચીનનો અભિન્ન હિસ્સો રહ્યો છે અને રહેશે.'

'ચીનનું પુનઃ એકીકરણ નક્કી'

ચીની રાજદૂતે એ પણ પુનરોચ્ચાર કર્યો કે, 'તાઇવાન ક્યારેય સ્વતંત્ર સાર્વભૌમ દેશ રહ્યો નથી, ભૂતકાળમાં નહીં, વર્તમાનમાં નહીં, ભવિષ્યમાં પણ નહીં. તાઇવાનમાં શાસક ડીપીપી વહીવટીતંત્ર ગમે તે નિવેદનો કે પગલાં લે, ચીનનું પુનઃ એકીકરણ અનિવાર્ય છે અને તેને કોઈ રોકી નહીં શકે.'