દંતેવાડા : 26 સૈનિકોની શહીદી માટે જવાબદાર ભીમા સહિત 37 નક્સલીઓનું આત્મસમર્પણ, 20 મહિનામાં 508 નક્સલીઓનું સરન્ડર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maoists Surrender In Chhattisgarh : છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. જેમાં શનિવારે એક સાથે 37 ખતરનાક નક્સલીઓએ હથિયાર હેઠા મૂકી દીધા છે. આત્મસમર્પણ કરનારાઓમાં 12 મહિલા નક્સલીઓનો પણ સમાવેશ થાય છે. આ 37માંથી 27 નક્સલીઓ પર કુલ 65 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયેલું હતું. આ તમામ નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં આત્મસમર્પણ સ્વીકારી હતી.
મોટી ઘટનાઓમાં સામેલ નક્સલીઓ
આત્મસમર્પણ કરનારાઓમાં 8-8 લાખ રૂપિયાના ઇનામી નક્સલીઓ કુમલી ઉર્ફે અનિતા મંડાવી, ગીતા ઉર્ફે લખ્મી, રંજન મંડાવી, અને ભીમા ઉર્ફે જહાજ જેવા ઘણા મોટા ચહેરા સામેલ છે. આ લોકો અનેક મોટી અથડામણોમાં સામેલ હતા. ભીમા 2020ના ભયાનક મિનપા હુમલામાં સામેલ હતો, જેમાં 26 જવાનો શહીદ થયા હતા અને તેમના હથિયારો લૂંટી લીધા હતા. ક્રાંતિ ઉર્ફે પોદિયે, કુમલી ઉર્ફે અનિતા અને હુંગી ઉર્ફે રોશની જેવી મહિલાઓ 2024માં ગોબેલ અને થુલથુલીના જંગલોમાં થયેલી પોલીસ-નક્સલી અથડામણોમાં સામેલ હતી.
આત્મસમર્પણ કરનારાઓને 50,000 રૂપિયાની સહાય અપાશે
આત્મસમર્પણ કરનાર આ નક્સલીઓ હિંસા અને બારૂદી સુરંગોમાં સામેલ હોવા ઉપરાંત સંગઠનની પકડ મજબૂત રાખવા માટે રસ્તાઓ કાપવા, પેટ્રોલિંગ પાર્ટીઓ પર નજર રાખવી અને ગામોમાં પોસ્ટર લગાવવા જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતા હતા. સરકારે હવે તેમને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે પુનર્વાસ નીતિ હેઠળ 50,000 રૂપિયાની તાત્કાલિક સહાયતા રકમ આપી છે. આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ, કૃષિ ભૂમિ અને સામાજિક પુનર્વાસ જેવી સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
કુલ 1160 નક્સલીઓનું આત્મસમર્પણ
પોલીસ રિપોર્ટ મુજબ, છેલ્લા 20 મહિનામાં દંતેવાડા જિલ્લામાં 165 ઇનામી સહિત કુલ 508 નક્સલીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં દંતેવાડામાં 333 ઇનામી સહિત કુલ 1,160 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં 916 પુરુષ અને 244 મહિલા નક્સલીઓનો સમાવેશ થાય છે. આ આંકડાઓ સુરક્ષા દળોના વધતા દબાણ અને સરકારની પુનર્વાસ નીતિની સફળતા દર્શાવે છે.
આ પણ વાંચો : દિલ્હીવાસીઓને ગૂંગળાતા જોઈ કિરણ બેદી વ્યથિત : પ્રદૂષણ રોકવાનો પ્લાન લાવ્યા









