છત્તીસગઢમાં ગણપતિ વિસર્જન કરવા જતા ભક્તોની ભીડને અજાણ્યા વાહને કચડ્યાં, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત
Chhattisgarh: છત્તીસગઢના જશપુર જિલ્લાના બગીચામાં ગણેશ વિસર્જન ઉત્સવયાત્રા દરમિયાન એક વાહનની અડફેટે આવતા મહિલા સહિત ત્રણ લોકોના મોત અને અંદાજે 22 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના મંગળવારે રાત્રે અંદાજે 12 વાગ્યે બગીચા ચરઇડાંડ સ્ટેટ હાઇવે પર મંગળવારે મોડી રાત્રે અંદાજે 12 વાગ્યે બની હતી. જ્યાં એક બોલેરોએ બેકાબૂ થઈને સામેથી આવી રહેલા શ્રદ્ધાળુઓને કચડીને ચાલી ગઈ હતી.
પ્રત્યક્ષદર્શી કેશવ યાદવે જણાવ્યું કે, બોલેરો રાયકેરા વિસ્તારથી આવી રહી હતી અને ગણેશજીના વિસર્જન ઉત્સવયાત્રામાં 150થી પણ વધુ લોકો સામેલ હતા. આ ઘટના બાદ અફરા-તફરીનો માહોલ મચી ગયો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ બોલેરોના ડ્રાઇવરને સ્થળ પર જ માર માર્યો અને બોલેરોમાં સવાર અન્ય લોકો ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનાની સૂચના મળતા જ બગીચાના એસડીઓપી દિલીપ કોસલ અને પોલીસની ટીમની સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કેશવ યાદવે એમ પણ કહ્યું કે હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત દર્દીઓની હાલમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
જશપુરના ક્લેક્ટર રોહિત વ્યાસે મોડી રાત્રે બે વાગ્યે બગીચાની હોસ્પિટલ પહોંચ્યો જ્યાં તેણે ઇજાગ્રસ્તો તેમજ મૃતકોના પરિજનો સાથે મુલાકાત કરી હતી શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી. જશપુર કલેક્ટર રોહિત વ્યાસે રાત્રે બે વાગ્યે બગીચા હોસ્પિટલે પહોંચીને ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી અને શકય તેટલી મદદની ખાતરી આપી. કલેક્ટરે જણાવ્યું કે જે દર્દી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને અંબિકાપુર દાખલ કરવામાં આવ્યા છે.