મોટી દુર્ઘટના ટળી! છગન ભુજબલનું હેલિકોપ્ટર હેલિપેડને બદલે પાર્કિંગમાં ઉતર્યું, ફડણવીસે આપ્યા તપાસના આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhagan Bhujbal's Helicopter Lands In Car Parking : મહારાષ્ટ્રની ફડણવીસ સરકારના મંત્રી છગન ભુજબલનું હેલિકોપ્ટર ખોટી જગ્યા ઉતર્યુ હોવાના મામલે પાયલટની લાપરવાહી પણ સામે આવી છે. જેમાં પાયલટે હેલિકોપ્ટર હેલિપેડની જગ્યાએ કાર પાર્કિંગમાં ઉતારી દીધુ હતુ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવાની વાત કરી છે.
મળતી માહિતી મુજબ, છગન ભુજબલ નાસિકથી પુણેના ખાનવડીમાં એક જિલ્લા પરિષદ સ્કૂલના ઉદ્ધાટનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં હેલિકોપ્ટરને નિર્ધારિત હેલિપેડની જગ્યાએ પાયલટે કાર પાર્કિંગમાં લેન્ડ કર્યું હતું.
હેલિકોપ્ટરને પાયલટે અચાનક પાર્કિંગમાં ઉતારતા કાર્યક્રમ સ્થળ પર હાજર લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.
સમગ્ર ઘટનાની તપાસ કરાશે: CM ફડણવીસ
આ ઘટનામાં મંત્રી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, પરંતુ પાયલટની લાપરવાહી સામે આવી છે. સમગ્ર મામલે મીડિયાથી વાત કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આખી ઘટનાની તપાસ કરાશે તેમ કહ્યું હતું.
છગન ભુજબલ જે NCP પાર્ટીમાંથી આવે છે, તે પાર્ટીના પ્રમુખ અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. અજિત પવારેનું વિમાન 28 જાન્યુઆરીના રોજ બારામતીમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવારની સાથે-સાથે 5 લોકોના મોત થયા હતા. તેઓના વિમાને મુંબઈથી ઉડાન ભરી હતી અને બારામતીમાં લેન્ડિંગ પહેલા જ ક્રેશ થયું હતું.








