India

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી હ્વદય પરિવર્તન, દંપતિએ ડિવોર્સ લેવાનું માંડી વાળ્યું

By GS TEAM
16 Jun 20251 min read
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી હ્વદય પરિવર્તન, દંપતિએ ડિવોર્સ લેવાનું માંડી વાળ્યું

નવી દિલ્હી,૧૬ જૂન,૨૦૨૫,સોમવાર 

જયારે માણસ પર આફત આવે ત્યારે જ તેને પોતાની પાસે રહેલા સુખની કિંમત સમજાય છે. ૧૨ જુને બપોરે એર ઇન્ડિયાના 171 વિમાન અમદાવાદથી લંડન જઇ રહયું હતું તે ટેક ઓફની માત્ર એક જ મિનિટમાં તૂટી પડતા પ્રવાસીઓ અને ક્રુ મેમ્બર સહિત  241 લોકોના મુત્યુ થયા હતા. આ દુર્ઘટનાથી અનેક પરીવારોના માળા વિંખાઇ ગયા છે. લોકોના આંસુઓ રોકાતા નથી કરુણાંતિકાએ અનેકને વિચારતા કરી દે છે.

ફેસબુક અને સોશિયલ મીડિયામાં મૃતકોની અંગત અને સામાજિક કહાનીઓ હચમચાવી રહી છે. લોકો વિચારવા લાગ્યા છે કે સપનાઓ અધૂરા રહી જાય છે અને પળમાં શું થાય એની ખબર પડતી નથી. આ દુર્ધટનામાંથી બોધપાઠ લઇને એક દંપતિઓએ પોતાનો અહંકાર ભૂલીને  છુટા છેડા લેવાનું માંડી વાળ્યું છે. આ અંગેની એક સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં રાગેશ્વરી નામની પૂર્વ અભિનેત્રી અને સિંગરે પોસ્ટ કરી છે રાગેશ્વરીએ 'મૈ ખિલાડી તું અનાડી' અને 'અનાડી' જેવી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.

રાગેશ્વરીએ પોસ્ટમાં જણાવ્યું હતું કે પોતે એવા બે કપલને ઓળખે છે જેઓ ડિવોર્સ લેવાના હતા પરંતુ હવે તેમને માંડી વાળ્યું છે. બંને પરિવારોએ પોતાના અહંકારને બાજુમાં મુકીને ઝગડો ઉકેલી લીધો હતો. આ પ્રકારના બનાવો માણસને વિચારતા કરી દે છે કે જીંદગી નાજુક છે અને જીવન અણમોલ છે એવું લાગવા લાગ્યું છે. આથી રાખીએ કે લોકો પરિવાર સાથે સમય વિતાવશે.