Get The App

'શુભકામનાઓ...', ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ પર NASA, ESA અને UKSA જેવી સ્પેસ એજન્સીઓએ જાણો શું કહ્યું?

ISROના ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું

દુનિયાની મોટી-મોટી સ્પેસ એજન્સીઓએ ISROને શુભેચ્છા પાઠવી

Updated: Aug 23rd, 2023

GS TEAM

Google News
Google News
'શુભકામનાઓ...', ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ પર NASA, ESA અને UKSA જેવી સ્પેસ એજન્સીઓએ જાણો શું કહ્યું? 1 - image

ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અત્યાર સુધી કોઈ દેશ નથી પહોંચી શક્યો. ત્યારે આ ઉપલબ્ધી પર આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે. આ સફળતા પર  ISROને દેશ અને દુનિયાથી શુભકામનાઓ મળી રહી છે. દુનિયાની મોટી-મોટી સ્પેસ એજન્સી પણ આ ઐતિહાસિક સફળતા માટે ભારતને શુભકામનાઓ આપી રહી છે.

નાસા, યૂકે સ્પેસ એજન્સી, યૂરોપિયન સ્પેસ એજન્સી સહિત અનેક અવકાશ એજન્સીઓએ ટ્વિટ કરીને ઈસરોના વખાણ કરતા શુભેચ્છા પાઠવી છે. UK સ્પેસ એજન્સીએ ટ્વિટ કરીને લખ્યું કે, ભારતના ચંદ્રયાન-3એ ઈતિહાસ રચી દીધો છે. ઈસરોને શુભકામનાઓ. તો યૂરોપિયન સ્પેસ એજન્સીએ લખ્યું કે, ઈસરોની ચંદ્રયાન-3 ટીમને શુભકામનાઓ.

ચંદ્રયાન-3ની સફળતા પર ઈસરોએ આપી શુભકામના

નાસાના સંચાલક બિલ નેલ્સને ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે, ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ માટે ઈસરો અને ભારતને શુભકમાનાઓ. ભારત ચંદ્ર પર અવકાશ યાનની સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડિંગ કરનારો ચોથો દેશ બની ગયો છે. અમને આ મિશનમાં ભાગીદાર બનીને ખુશી થઈ રહી છે.

યૂરોપિયન સ્પેસ એજન્સીના ડિરેક્ટરે શું કહ્યું?

યૂરોપિયન સ્પેસ એજન્સીના ડિરેક્ટર જોસેફ એશબૈકરે પણ ઈસરોને શુભેચ્છા આપી છે. તેમણે ટ્વિટ કર્યું કે, અવિશ્વસનીય, ચંદ્રયાન-3ની સફળતા માટે ઈસરો અને ભારતના તમામ લોકોને શુભકામનાઓ.

તેમણે વધુમાં લખ્યું કે, ભારતનું પહેલું સોફ્ટ લેન્ડિંગ મેળવવાનો આ શાનદાર રસ્તો છે. હું સમગ્ર રીતે પ્રભાવિત છું. આ પ્રક્રિયામાં મોટા સમર્થન માટે ESA ઓપરેશન્સને પણ શુભકામનાઓ. અમે પણ ઘણુ બધુ શીખી રહ્યા છીએ. એક મજબૂત ઈન્ટરનેશનલ ભાગીદારી એક શક્તિશાળી ભાગીદારી હોય છે.

Tags :