ચંદ્ર પર લેન્ડિંગ સમયનો વિક્રમે મોકલ્યો પ્રથમ ફોટો, ISROએ કહ્યું- '2-3 કલાકમાં લેન્ડરથી બહાર આવશે રોવર'
દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ સમયનો વિક્રમે મોકલ્યો પ્રથમ ફોટો
આ ફોટો લેન્ડર હોરિજોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવાયો
ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરી ઈતિહાસ રચી દીધો છે. તેવામાં લેન્ડર વિક્રમે ચંદ્ર પર પહોંચતા જ પોતાનું કામ શરૂ કરી દીધું છે. વિક્રમે લેન્ડ થતા સમયનો ફોટો મોકલ્યો છે. જણાવી દઈએ કે, લેન્ડર અને MOX-ISTRAC, બેંગલુરુ વચ્ચે સંચાર લિંક સ્થાપિત કરી દેવાઈ છે. આ ફોટો લેન્ડર હોરિજોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવાયો છે.
ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારા દુનિયાના ચોથો દેશ ભારત બની ચૂક્યો છે. ચંદ્રયાનનું લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપુર્વક લેન્ડ થઈ ચૂક્યું છે. ત્યારે, ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ ISROએ ટ્વિટ કર્યું છે. ISRO તરફથી ટ્વિટ કરાયું છે કે, ભારત, હું પોતાની મંજિલ પર પહોંચી ચૂક્યો છું અને તમે પણ. ચંદ્રયાન-3 મુન પર સફળતાપુર્વક લેન્ડ થઈ ચૂક્યું છે. શુભકામનાઓ ભારત.
2-4 કલાકમાં લેન્ડરથી બહાર આવશે રોવર
ISRO ચીફ એસ. સોમનાથ જણાવ્યું કે, 2-4 કલાકમાં વિક્રમ લેન્ડરથી રોવર પ્રજ્ઞાન બહાર આવશે. આ તેના પર નિર્ભર કરે છે કે, લેન્ડિંગ વાળી જગ્યા પર ધૂળ કેવી જામે છે. ત્યારબાદ ઈસરો ચાર્જેબલ બેટરી દ્વારા રોવરને જીવિત રાખવાના પ્રયત્નો કરશે. જો આ સફળ રહ્યું તો, રોવરનો આગામી 14 દિવસ માટે ઉપયોગ કરી શકાશે, જ્યારે આગામી સૂર્યોદય ચંદ્રની સપાટી પર શરૂ થશે. જણાવી દઈએ કે, પૃથ્વીના 14 દિવસ બરાબર ચંદ્રનો એક દિવસ થાય છે.