જાણો, ચંદ્રાયાન-2 મિશનના લિડર કે.સિવનની સેલેરી
- ઇસરો ચીફ સિવનને IAS કે IPS બરાબરનો રેંક છે
નવી દિલ્હી, તા. 07 સપ્ટેમ્બર 2019, શનિવાર
વિક્રમ લેન્ડરનો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયો અને આ સમાચાર આવતા જ દેશના લોકોમાં નિરાશા અને ઉદાસી છવાઈ ગઈ પરંતુ ઈસરોની કામગીરીની ખૂબ પ્રશંસા થઈ. સૌથી વધારે અફસોસ મિશનના લીડર અને ઈસરો ચીફ કે. સિવનને થયો. તેઓ 2018માં ઈસરોના ચીફ બન્યા હતા. શું તમે જાણો છો કે તેમની સેલેરી કેટલી હશે?
ઈસરો ચીફ તરીકે સિવનને પ્રતિ મહિને લગભગ 2.5 લાખ રૂપિયા સેલેરી મળે છે. ઈસરો ચીફનું પદ એક IAS અથવા IPS બરાબરનું રેંક મળે છે. ચેરમેન સિવાય ઈસરોના અન્ય વૈજ્ઞાનિકોને લગભગ 55 હજારથી લઈને 90 હજારની સેલેરી મળે છે. આ સિવાય તેમના કામના કલાકો ભલે સવારે 9 થી 5 વાગ્યા સુધી હોય છે પરંતુ આ સમયગાળામાં તેઓએ ઘણાં ચેલેન્જીંગ મિશનની બ્લૂપ્રિંટ તૈયાર કરવાની હોય છે.
ઈસરોના ચેરમેન સિવન પર સંગઠનને લઈને ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ હોય છે. તેમણે તે સુનિશ્ચિત કરવાનું હોય છે કે, દરેક વિભાગમાં કામકાજ યોગ્ય રીતે ચાલે છે કે નહી. સ્પેસ નીતિઓ લાગૂ કરવા સિવાય નાણાંકિય અને વહીવટી જવાબદારીઓને પણ પૂરી કરવાનું સિવનનું કામ છે. સરકાર તરફથી નક્કી કરાયેલા બજેટમાં દરેક પ્રોજેક્ટ પુરો કરવો તેમના માટે સૌથી મોટો પડકાર હોય છે.