Get The App

ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતીઃ દેશ માટે શહીદી વહોરનારાના માતાને ભોજન પણ નસીબ નહીં!

Updated: Jul 23rd, 2022

GS TEAM


Google News
Google News
ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતીઃ દેશ માટે શહીદી વહોરનારાના માતાને ભોજન પણ નસીબ નહીં! 1 - image


- ચંદ્રશેખર આઝાદના શહીદ થયા બાદ તેમની માતા જગરાની દેવી સાવ એકલા પડી ગયા હતા

નવી દિલ્હી, તા. 23 જુલાઈ 2022, શનિવાર

ચંદ્ર શેખર આઝાદે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. એવા વીર, નીડર અને સાહસી આઝાદે બ્રિટિશરોને હંફાવ્યા હતા. આજે તેમની બર્થ એનિવર્સરી છે તેમનો જન્મ 23 જુલાઈ 1906માં ભાવરા ખાતે થયો હતો.

ચંદ્રશેખર આઝાદના શહીદ થયા બાદ તેમની માતા જગરાની દેવી સાવ એકલા પડી ગયા હતા. તેમની પાસે જમવા માટે બે ટંકનું ભોજન નહોતુ અને પહેરવા માટે કપડા પણ નહોતા. આવકનું કોઈ સાધન નહોતું. મધ્ય પ્રદેશના ઝાબુઆ ખાતેના ભાવરા ગામમાં તે છાણા અને લાકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. લાકડા અને છાણા વેચીને જે થોડા ઘણા પૈસા જમા થતા તેમાથી તે જવ-બાજરો ખરીદીને તેને પાણીમાં ઉકાળીને પેટ ભરતા હતા. દેશને આઝાદી મળ્યાના બે વર્ષ બાદ પણ તેમની આવી સ્થિતિ હતી. સરકારે પણ તેમની કાળજી નહોતી લીધી. ત્યાર બાદ આઝાદના ક્રાંતિકારી મિત્ર સદાશિવ રાવ તેમને પોતાની સાથે લઈ ગયા હતા. 

કેવું જીવન જીવતા હતા ક્રાંતિકારીની માતા

ચંદ્ર શેખર આઝાદ જેમના નામમાં જ કાંતિનો મિજાજ દેખાતો હતો. તેમણે પોતાના ક્રાંતિ અને આંદોલનોથી બ્રિટિશ શાસકોને હંફાવ્યા હતા. એક સમયે તેમને પકડવા માટે 700 પોલીસકર્મીઓને રોકવામાં આવ્યા હતા. જો કે આઝાદે નક્કી કર્યું હતું કે તેઓ જીવશે ત્યાં સુધી અંગ્રજોના હાથમાં નહી આવે. ચંદ્ર શેખર આઝાદનું કહેવું હતું કે, 'દુશ્મન કી ગોલીઓ કા હમ સામના કરેંગે, આઝાદ હી રહે, આઝાદ હી રહેંગે.' આખરે એવું જ થયું બ્રિટિશ સરકાર તેમને જીવતા પકડી શકી નહીં. આઝાદીની લડાઈમાં તેમની ભૂમિકાને ખૂબ જ યાદ કરવામાં આવે છે. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે આઝાદની શહીદી બાદ તેમના માતાની શું સ્થિતિ થઈ હશે? 

ડાકુની માતા કહેતા હતા ગામ લોકો

ચંદ્રશેખર આઝાદ 27 ફેબ્રુઆરી 1931ના રોજ શહીદ થયા હતા. તેમની શહાદતના થોડા સમય બાદ તેમના પિતા શિવરામ તિવારીની મૃત્યુ થઈ ગઈ હતી. તેમના ભાઈનું નિધન તો પહેલા જ થઈ ગયું હતું. આવામાં આઝાદના માતા સાવ એકલા પડી ગયા હતા અને ગુમનામીનું જીવન જીવી રહ્યા હતા. તેમની સાથે ગામલોકોનો વ્યવહાર ખૂબ જ ખરાબ હતો. કેટલાક લોકો તેમને ડાકુની મા કહીને બોલાવતા હતા. એક રીતે ગામલોકોએ તેમનો બહિષ્કૃત કર્યા હતા.

આઝાદના માતાને મળ્યા હતા સદાશિવ 

ચંદ્ર શેખર આઝાદની ક્રાંતિનું કેન્દ્ર ઝાંસી હતું. તેમણે ફરાર હતા તે સમયે આશરે 5 વર્ષ તેમણે બુંદેલખંડમાં વિતાવ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાના વિશ્વાસુ લોકોમાંથી એક એવા ક્રાંતિકારી સદાશિવને પોતાની સાથે ઝાબુઆ લઈ ગયા હતા. ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં તેમણે સદાશિવને પોતાની માતા જગરાની દેવી અને પિતા સીતારામ તિવારી સાથે મુલાકાત કરાવી હતી. 

કાળાપાણીની સજા કાપીને આવેલા સદાશિવ સાથે લઈ ગયા

ભારત દેશ આઝાદ થઈ ગયો હતો. આઝાદના સહયોગી ક્રાંતિકારી સદાશિવ રાવ મલકાપુરકર 15 વર્ષની કાળાપાણીની સજા કાપીને બહાર આવ્યા તો તેમને આઝાદની માતાનું સ્મરણ થયું હતું. તેમણે આઝાદના માતાને શોધ્યા અને પોતાની સાથે ઝાંસી લાવ્યા હતા. જો કે તેમની પોતાની પરિસ્થિતિ પણ ખાસ સારી ન હોવાથી આઝાદની માતાને તેમના અન્ય સાથી ભગવાનદાસ માહૌરના ઘરે રાખ્યા હતા. તેમણે અંત સુધી પુત્રની ફરજ નિભાવી હતી. આઝાદે તેમની પાસે વચન લીધું હતું કે, તેઓ તેમની માતાને તીર્થયાત્રા કરાવશે. સદાશિવે આ વચન પણ નિભાવ્યું હતું.


Tags :