India
કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે
By GS TEAM
9 Nov 20251 min read

મોલાસીસ પરનો 50 ટકા વેરો નાબૂદ થઈ શકે
સુગર સીઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બર વચ્ચેની છે.
નવી દિલ્હી: એક મહત્ત્વની હિલચાલના સ્વરૂપમાં કેન્દ્ર સરકારે ૨૦૨૫-૨૬ની સુગર સીઝન માટે ૧૫ લાખ ટન ખાંડની નિકાસની મંજૂરી આપે તેવી સંભાવના છે. આ માટે તે મોલાસીસ પર ૫૦ ટકા નિકાસ વેરાની નાબૂદ કરે તેવી સંભાવના છે, જેથી ખેડૂતોને વધુ ઝડપી ચૂકવણીમાં મદદ મળે.
ફૂડ મિનિસ્ટર પ્રહલાદ જોશીએ કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારામૈયાને રાજ્યમાં ચાલતા ખેડૂતો અંગે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૫માં જ્યારે ખાંડના એક્સમિલ ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ હતો તે સમયે પણ કેન્દ્રે લાખો ટન ખાંડની નિકાસ માટે છૂટ આપી હતી.








