827 પોર્ન સાઈટ બ્લોક કરવાનો ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને સરકારનો આદેશ
નવી દિલ્હી, તા. 25. ઓક્ટોબર 2018 ગુરૂવાર
કેન્દ્ર સરકારે દેશમાં ઈન્ટરનેટની સર્વિસ પુરી પાડતી કંપનીઓને 827 પોર્ન સાઈટ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.
એક મામલામાં ઉત્તરાખંડ હાઈકોર્ટે ચુકાદો આપતા કેન્દ્રને પોર્ન સાઈટ બ્લોક કરવા માટે કહ્યુ હતુ. જેનો અમલ કેન્દ્ર સરકારે કાર્યો છે. જે સાઈટો બ્લોક કરવાનો આદેશ અપાયો છે તે તમામ સાઈટના નામ હાઈકોર્ટના ઓર્ડરમાં છે.
કેન્દ્ર સરકારે આદેશમાં કહ્યુ છે કે ઉત્તરખંડ હાઈકોર્ટના આદેશનો કડક રીતે અમલ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 27ના રોજ ઉત્તરાખંડ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો.