સરકારે ખેડુતોને આપી બમ્પર ભેટ, ડાંગર સહિત આ પાકોની MSPમાં કર્યો વધારો
સરકાર દર વર્ષે 23 પાકો માટે MSP નક્કી કરે છે
કેબિનેટમાં બેઠકમાં મોદી સરકારે ડાંગર સાથે સાથે અન્ય પાકોમાં નોંધપાત્ર વધારો કરવાની મંજુરી આપી
Image Envato |
તા. 7 જૂન 2023, બુધવાર
કેન્દ્ર સરકારે ચોમાસાના આગમન પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડાંગર સહિત અનેક પાકોની MSP માં વધારો કર્યો છે. આ બાબતે મળતી માહિતી મુજબ ડાંગરની MSPમાં 143 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તુવેર અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સરકાર તરફથી આ જાહેરાત થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખેડૂતોએ કેન્દ્ર સરકારના આ પગલાની પ્રશંસા કરી છે.
મોદી સરકારે ડાંગર સાથે સાથે અન્ય પાકોમાં નોંધપાત્ર વધારો કરવાની મંજુરી આપી
આ સાથે કેબિનેટમાં બેઠકમાં મોદી સરકારે ડાંગર સાથે સાથે અન્ય પાકોમાં નોંધપાત્ર વધારો કરવાની મંજુરી આપી દીધી છે. ખાસ વાત તો એ છે કે ખરીફ પાકોની MSPમાં 3થી6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તુવર દાળની MSPમાં 400 રુપિયા પ્રતિ કલિંટલ પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. આ રીતે તુવરદાળનો ભાવ વધીને 7000 રુપિયા પ્રતિ ક્વિંટલ થઈ ગયો છે. જ્યારે અડદની દાળ વિશે વાત કરીએ તો તેમાં પ્રતિ ક્વિંટલ 350 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી તેનો ભાવ વધીને 6950 રુપિયા પ્રતિ ક્વિંટલ પર પહોચી ગયો છે.
સરકાર દર વર્ષે 23 પાકો માટે MSP નક્કી કરે છે
આ સાથે તમને આ માહિતી આપી દઈએ કે દર વર્ષે કમીશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસ (CACP)ની ભલામણોના આધારે સરકાર 23 પાક પર MSP નક્કી કરે છે. CACP દ્વારા 23 પાકો માટે MSP માટે ભલામણ કરે છે. તેમાં સાત અનાજ,પાંચ કઠોળ, સાત તેલીબિયાં અને ચાર વેપારી પાકોનો સમાવેશ કરવામાં આવે છે. આ 23 પાકોમાંથી 15 ખરીફ પાકો છે જ્યારે બાકીના રવિ પાક છે.