Get The App

કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે 1 - image
Image Source: IANS

CDS Gen Anil Chauhan's Tenure Extended: કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો છે. સંરક્ષણ મંત્રાલયે બુધવારે CDS જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવવાની મંજૂરી આપી હતી. તેઓ હવે 30 મે, 2026 સુધી અથવા આગામી આદેશો સુધી CDS અને લશ્કરી બાબતોના વિભાગ (DMA)ના સચિવ પદ પર બન્યા રહેશે. જનરલ અનિલ ચૌહાણને સપ્ટેમ્બર 2022માં દેશના બીજા CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે સેવા આપતા જનરલ અનિલ ચૌહાણના કાર્યકાળને 30 મે, 2026 સુધી અથવા આગામી આદેશો સુધી લંબાવવાની મંજૂરી આપી છે.

અનિલ ચૌહાણ કોણ છે?

CDS જનરલ અનિલ ચૌહાણને જનરલ બિપિન રાવત (સ્વર્ગસ્થ) બાદ દેશના બીજા CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના લશ્કરી બાબતોના વિભાગના સચિવ પણ છે. આ અગાઉ લેફ્ટનન્ટ જનરલ ચૌહાણ મે 2021માં પૂર્વીય કમાન્ડના વડા તરીકે નિવૃત્ત થયા હતા. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણે વિવિધ આર્મી કમાન્ડ, સ્ટાફ અને સપોર્ટ નિમણૂકો સંભાળી છે અને જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં આતંકવાદ વિરોધી ઓપરેશનો હાથ ધરવાનો બહોળો અનુભવ ધરાવે છે.

Tags :