Get The App

ગ્રામીણ બેંકો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પુનઃમૂડીકરણ યોજના હેઠળ ફાળવ્યા 6200 કરોડ રૂપિયા

ગુજરાતની બે સહિત દેશની 43 ગ્રામીણ બેંકોએ આર્થિક રીતે મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે વધુ મૂડી ફાળવી

પ્રાદેશિક ગ્રામીણ બેંકોએ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં 5236 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો

Updated: Mar 22nd, 2024

GS TEAM

Google News
Google News
ગ્રામીણ બેંકો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પુનઃમૂડીકરણ યોજના હેઠળ ફાળવ્યા 6200 કરોડ રૂપિયા 1 - image


Regional Rural Bank : પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB)ને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે મોટી કામગીરી કરી છે. સરકાર ગ્રામીણ બેંકોના વિકાસ અને બહોળા પ્રમાણમાં લોકો તેનો લાભ લે, તે દિશામાં સતત કામ કરી રહી છે. આ જ ક્રમમાં સરકારે ગ્રામીણ બેંકેને આર્થિક રીતે મજબૂત બનાવવા 6,212.03 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સરકારે પુનઃમૂડીકરણ યોજના હેઠળ ગ્રામીણ બેંકોને આ રકમ ફાળવણી છે. આ બેંકો જરૂરીયાત મુજબ મૂડીના ધારાધોરઓને પૂર્ણ કરી શકે તે હેતુથી યોજના મુજબ રકમ ફાળવવામાં આવે છે.

ગ્રામીણ બેંકોનું જોખમ ઓછું કરવાનો પ્રયાસ

રકમની ફાળવણી કર્યા બાદ ગ્રામીણ બેંકોને મૂડી-જોખમ વેઇટેડ એસેટ રેશિયો (CRAR) નવ ટકા પર જાળવી રાખવામાં મદદ મળશે. અગાઉ આ રેશિયો 2023ની 31 ડિસેમ્બરે 13.83 ટકા સાથે સર્વોચ્ચ સ્તરે નોંધાયો હતો. પ્રાદેશિક ગ્રામીણ બેંકોને નાણાંકીય વર્ષ 2022-23માં 4973 કરોડ રૂપિયાનો ચોક્કો નફો થયો હતો, જ્યારે વર્તમાન નાણાંકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં 5236 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે.

પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું સંચાલન કોણ કરે છે?

RRB એ પ્રાદેશિક ગ્રામીણ બેંકની જેમ એક પ્રકારની કોમર્શિયલ બેંક છે. ભારત સરકાર વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક સ્તરે તેમનું સંચાલન કરે છે. દેશમાં સૌપ્રથમ RRB ગાંધી જયંતિ પર એટલે કે 2 ઓક્ટોબર 1975ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શરૂ કરાઈ હતી. હાલ દેશના 26 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 43 પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે. તેમની કુલ 21,856 શાખાઓ છે. દેશમાં આરઆરબીમાં 28.3 કરોડ થાપણદારો અને 2.6 કરોડ ઉધાર લેનારા છે.

સરકારે કંઈ કંઈ બેંકોને ફાળવી રકમ

  1. આંધ્ર પ્રગતિ ગ્રામીણા બેંક - આંધ્ર પ્રદેશ
  2. ચૈતન્ય ગોદાવરી ગ્રામીણા બેંક - આંધ્ર પ્રદેશ
  3. સપ્તગીરી ગ્રામીણા બેંક - આંધ્ર પ્રદેશ
  4. અરુણાચલ પ્રદેશ ગ્રામીણ બેંક - અરુણાચલ પ્રદેશ
  5. આસામ ગ્રામીણ વિકાસ બેંક - આસામ
  6. દક્ષિણ બિહાર ગ્રામીણ બેંક - બિહાર
  7. ઉત્તર બિહાર ગ્રામીણ બેંક - બિહાર
  8. છત્તીસગઢ રાજ્ય ગ્રામીણ બેંક - છત્તીસગઢ
  9. બરોડા ગુજરાત ગ્રામીણ બેંક - ગુજરાત
  10. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક - ગુજરાત
  11. સર્વ હરિયાણા ગ્રામીણ બેંક - હરિયાણા
  12. હિમાચલ પ્રદેશ ગ્રામીણ બેંક - હિમાચલ પ્રદેશ
  13. ઈલાક્વાઈ દેહાતી બેંક - જમ્મુ અને કાશ્મીર
  14. J&K ગ્રામીણ બેંક - જમ્મુ અને કાશ્મીર
  15. ઝારખંડ રાજ્ય ગ્રામીણ બેંક - ઝારખંડ
  16. કર્ણાટક ગ્રામીણ બેંક - કર્ણાટક
  17. કર્ણાટક વિકાસ ગ્રામીણા બેંક - કર્ણાટક
  18. કેરળ ગ્રામીણ બેંક - કેરળ
  19. મધ્ય પ્રદેશ ગ્રામીણ બેંક - મધ્ય પ્રદેશ
  20. મધ્યાંચલ ગ્રામીણ બેંક - મધ્ય પ્રદેશ
  21. મહારાષ્ટ્ર ગ્રામીણ બેંક - મહારાષ્ટ્ર
  22. વિદર્ભ કોંકણ ગ્રામીણ બેંક - મહારાષ્ટ્ર
  23. મણિપુર ગ્રામીણ બેંક - મણિપુર
  24. મેઘાલય ગ્રામીણ બેંક - મેઘાલય
  25. મિઝોરમ ગ્રામીણ બેંક - મિઝોરમ
  26. નાગાલેન્ડ ગ્રામીણ બેંક - નાગાલેન્ડ
  27. ઓડિશા ગ્રામ્ય બેંક - ઓડિશા
  28. ઉત્કલ ગ્રામીણ બેંક - ઓડિશા
  29. પુડુવઈ ભરથિયાર ગ્રામ બેંક - પુડુચેરી
  30. પંજાબ ગ્રામીણ બેંક - પંજાબ
  31. બરોડા રાજસ્થાન ક્ષેત્રીય ગ્રામીણ બેંક - રાજસ્થાન
  32. રાજસ્થાન મરુધરા ગ્રામીણ બેંક - રાજસ્થાન
  33. તમિલનાડુ ગ્રામા બેંક - તમિલનાડુ
  34. આંધ્ર પ્રદેશ ગ્રામીણા વિકાસ બેંક - તેલંગાણા
  35. તેલંગાણા ગ્રામીણા બેંક - તેલંગાણા
  36. ત્રિપુરા ગ્રામીણ બેંક - ત્રિપુરા
  37. આર્યાવર્ત બેંક - ઉત્તર પ્રદેશ
  38. બરોડા યુપી બેંક - ઉત્તર પ્રદેશ
  39. પ્રથમ યુપી ગ્રામીણ બેંક - ઉત્તર પ્રદેશ
  40. ઉત્તરાખંડ ગ્રામીણ બેંક - ઉત્તરાખંડ
  41. બાંગિયા ગ્રામીણ વિકાસ બેંક - પશ્ચિમ બંગાળ
  42. પશ્ચિમ બંગા ગ્રામીણ બેંક - પશ્ચિમ બંગાળ
  43. ઉત્તર બંગા ક્ષેત્રીય ગ્રામીણ બેંક - પશ્ચિમ બંગાળ
Tags :