Get The App

પુત્રીઓએ જનરલ રાવત અને તેમના પત્નીના અસ્થિઓનુ હરિદ્વારમાં કર્યુ વિસર્જન

Updated: Dec 11th, 2021

GS TEAM

Google News
Google News
પુત્રીઓએ જનરલ રાવત અને તેમના પત્નીના અસ્થિઓનુ હરિદ્વારમાં કર્યુ વિસર્જન 1 - image


નવી દિલ્હી, તા. 11. ડિસેમ્બર 2021 શનિવાર

હેલિકોપ્ટર ક્રેશમાં નિધન પામેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના અસ્થિઓનુ આજે હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

તેમની પુત્રીઓ તારિણી અને કૃતિકાએ આજે સવારે દિલ્હીના બરાર સ્કેવર સ્મશાન ઘાટ ખાતેથી માતા પિતાની અસ્થિઓ એકઠી કરી હતી અને આજે ગંગામાં પધરાવી હતી.

જનરલ રાવત અને તેમના પત્નીના સંપૂર્ણ લશ્કીર સન્માન સાથે શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.નિર્ધારિત પ્રોટોકલ પ્રમાણે તેમને 17 તોપોની સલામી પણ આપવામાં આવી હતી.

હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ રાવત સહિત 13  જાંબાઝોના થયેલા નિધનના પગલે સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.આ મામલાની તપાસ સેનાની ત્રણે પાંખની એક સંયુક્ત ઈન્કવાયરી કમિટિને સોંપવામાં આવી છે.

Tags :