Get The App

વોટ્સએપ-મેટાના આંકડા શેર કરવા પર સીસીઆઇના પ્રતિબંધ પર સ્ટે

Updated: Jan 23rd, 2025

GS TEAM

Google News
Google News
વોટ્સએપ-મેટાના આંકડા શેર કરવા પર સીસીઆઇના પ્રતિબંધ પર સ્ટે 1 - image

- નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલનો આદેશ

- મેટાએ સીસીઆઇના આદેશ પર આંશિક સ્ટે મૂકવાના એનસીએલટીના નિર્ણયનું સ્વાગત કર્યુ

નવી દિલ્હી: નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)ના વોટ્સએપ અને મેટાની વચ્ચે ડેટા શેર કરવા પર લગાવવામાં આવેલ પાંચ વર્ષના પ્રતિબંધ પર આજે સ્ટે મૂકી દીધો છે. 

જાહેર ઉદ્દેશો માટે આંકડા શેર કરવાના કેસમાં સીસીઆઇએ વોટ્સએપ અને મેટા પર આ પ્રતિબંધ મૂક્યો હતો. મેટાએ સીસીઆઇના આદેશ પર આંશિક સ્ટે મૂકવાના એનસીએલટીના નિર્ણયનું સ્વાગત કર્યુ હતું અને જણાવ્યું હતું કે તે આગળની કાર્યવાહી પર વિચાર કરશે.

મેટાના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમે આગળની કાર્યવાહી પર વિચાર કરીશું. અમારુ ધ્યાન આગળનો માર્ગ શોધવા પર રહેશે જે તે લાખો વ્યવસાયોનું સમર્થન કરશે  જે વિકાસ અને નવાચાર માટે અમારા પ્લેટફોર્મ પર નિર્ભર છે. 

સીસીઆઇએ નવેમ્બરમાં વોટ્સએપ ગોપનીયતા નીતિ અપડેટના સંબધમાં અયોગ્ય  વ્યસાયિક ગતિવિધિઓ માટે સોશિયલ મીડિયા પ્રમુખ મેટા પર ૨૧૩.૧૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

મેટા પ્લેટફોર્મ અને વોટ્સએપના આ આદેશને એનસીએલટી સમક્ષ પડકાર્યો હતો  જે સીસીઆઇ દ્વારા પારિત આદેશેો પર એપલેટ ઓથોરિટી છે. 

સીસીઆઇના ૧૮ નવેમ્બર, ૨૦૨૪ના આદેશ અનુસાર મેટા અને વોટ્સએપને પ્રતિસ્પર્ધા વિરોધી મુદ્દાઓના ઉકેલ માટે એક નિર્ધારિત સમય સીમાની અંદર કેટલાક વ્યવાહારિક ઉપાયોને અમલમાં મૂકવા પણ જણાવ્યું હતું.