India

CBSE ધો.10-12ની પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ જાહેર, 15 જુલાઈથી યોજાશે એક્ઝામ

By GS TEAM
26 Jun 20251 min read
TukuTouch Logo
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12 માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરી છે, ત્યારે આગામી 15 જુલાઈથી ધો.10 ની પૂરક પરીક્ષા શરૂ થશે, જે 22 જુલાઈના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા ફક્ત એક દિવસમાં લેવાશે. પરીક્ષા માટેનો સમય સવારે 10:30 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે. કેટલાક વિષયોની પરીક્ષા સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો રહેશે. બોર્ડની વેબસાઇટ પર ધો.10 અને 12 બંને માટે પૂરક પરીક્ષાનું ટાઈમટેબ પણ જાહેર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CBSE ધો.10-12ની પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ જાહેર, 15 જુલાઈથી યોજાશે એક્ઝામ

CBSE Supplementary Exams Timetable : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12 માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરી છે, ત્યારે આગામી 15 જુલાઈથી ધો.10 ની પૂરક પરીક્ષા શરૂ થશે, જે 22 જુલાઈના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા ફક્ત એક દિવસમાં લેવાશે. પરીક્ષા માટેનો સમય સવારે 10:30 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે. કેટલાક વિષયોની પરીક્ષા સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો રહેશે. બોર્ડની વેબસાઇટ પર ધો.10 અને 12 બંને માટે પૂરક પરીક્ષાનું ટાઈમટેબ પણ જાહેર કર્યો છે.

CBSE ધો.10-12ની પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ જાહેર

CBSEએ ધોરણ 10-12ની બોર્ડની પૂરક પરીક્ષાને લઈને ટાઈમટેબલ જાહેર કર્યો છે. બોર્ડે પરીક્ષા કાર્યક્રમને લઈને સંપૂર્ણ માહિતી સત્તાવાર વેબસાઈટ  cbse.gov.in પર મુકી છે. જ્યારે પરીક્ષાની સાથે-સાથે ધ્યાનમાં રાખવાના દિશા-નિર્દેશ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતીગાર કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષા સંબંધિત કોઈપણ અપડેટ માટે વિદ્યાર્થીઓને સત્તાવાર વેબસાઈટ જોતા રહેવા પણ બોર્ડે જણાવ્યું છે. 

આ પણ વાંચો: આગામી વર્ષથી ધો.10ના વિદ્યાર્થીઓની બે વાર પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમ

બોર્ડે કહ્યું કે, પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ પ્રકારના ઉપકરણો પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં ઉપકરણ સાથે પકડાશે, તો UFM (અનફેર મીન્સ) નિયમો અનુસાર ઉમેદવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષાની શરૂઆતમાં પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવશે.

ધો.10ની પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ


ધો.12ની પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ