For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મનીષ સિસોદીયાના CBI રિમાન્ડ બે દિવસ લંબાવાયા, હવે 10 માર્ચે થશે સુનાવણી

આ અગાઉ CBIએ મનીષ સિસોદિયાની બે વખત પૂછપરછ કરી છે

CBIએ મનીષ સિસોદિયાના વધુ ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી

Updated: Mar 4th, 2023

Article Content Image
Image : twitter

અમદાવાદ, 04 માર્ચ 2023, શનિવાર

દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાની 5 દિવસની CBI કસ્ટડી આજે પૂરી થઈ હતી અને આજે  તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ સિસોદિયાની જામીન અરજી પર આજે નિર્ણય આપ્યો હતો. દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને બે દિવસના CBI રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. હવે પછી આ મામલે 10મી માર્ચે સુનાવણી થશે. 

સિસોદિયા બે દિવસના CBI રિમાન્ડ પર

રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાના CBI રિમાન્ડ વધુ બે દિવસ લંબાવ્યા છે. CBIએ કોર્ટને મનીષ સિસોદિયાના વધુ ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

કેન્દ્ર સરકાર દિલ્હીના બાળકોને અભણ રાખવા માંગે છે : સંજય સિંહ

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર દિલ્હીના બાળકોને અશિક્ષિત રાખવા માંગે છે. તે દિલ્હીના લોકોને બીમાર રાખવા માંગે છે. આ જ કારણ છે કે દિલ્હી વિસ્તારમાં ક્રાંતિકારી કામ કરી રહેલા સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાને જેલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ હતું કે આમ આદમી પાર્ટી કેન્દ્ર સરકારથી ડરતી નથી અને અમે તેનો વિરોધ કરશે. આ મામલે પ્રદર્શન પણ ચાલુ રાખવામાં આવશે.

અગાઉ CBIએ મનીષ સિસોદિયાની બે વખત પૂછપરછ કરી

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ફરિયાદ પર સીબીઆઈ દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસીને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મનીષ સિસોદિયા સહિત કુલ 15 લોકોના નામ હતા. સીબીઆઈએ આ કેસમાં મનીષ સિસોદિયા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ સિસોદિયાએ 28 ફેબ્રુઆરીએ પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. લગભગ 8 કલાકની પૂછપરછ બાદ સીબીઆઈ દ્વારા 27 ફેબ્રુઆરીએ દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. CBIએ AAP નેતાની ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ ગુનાહિત ષડયંત્ર અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. અગાઉ સીબીઆઈએ બે વખત પૂછપરછ કરી છે.

Gujarat