Get The App

દિલ્હીમાં બિલ્ડરોના સંકુલોમાં સીબીઆઈના 47 દરોડા : 22 કેસ દાખલ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીમાં બિલ્ડરોના સંકુલોમાં સીબીઆઈના 47 દરોડા : 22 કેસ દાખલ 1 - image


- બિલ્ડરો અને બેન્ક અધિકારીઓની સાંઠગાંઠનો ભાંડો ફૂટયો

- ફ્લેટ ખરીદનારા સાથે છેતરપિંડી કરનારા જેપી એસોસિયેટ્સ, જેપી ઇન્ફ્રાટેક, સુપરટેક, આઇડિયા બિલ્ડર્સ, અજનારા સહિતના અડફેટે

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં હજારો ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી કરનારા બિલ્ડરો પર સીબીઆઈ ત્રાટકી છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે તેણે વિવિધ બિલ્ડરો અને નાણા સંસ્તાઓના અજાણ્યા અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. સીબીઆઈએ ઉમેર્યું હતું કે સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા આદેશનું પાલન કરતાં ૨૨ કેસ નોંધવામાં આવ્યા છે અને ૪૭ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

એનસીઆરમાં મકાન ખરીદીને લઈને કરીદદારો સાથે છેતરપિંડી આચરવામાં આવી તેમા બિલ્ડરો અને બેન્કા વચ્ચે સાંઠગાંઠ ઉભરીને આવી છે. તેની તપાસ કરવા માટે સીબીઆઈએ આ પગલું લીધું છે. 

સીબીઆઈ તરફથી જારી કરવામાં આવેલા નિવેદન મુજબ ૨૨ કેસ નોંધવામાં આવ્યા છે. સીબીઆઈએ દિલ્હી, ગુરુગ્રામ, નોએડા, ગ્રેટર નોએડા, ગાઝિયાબાદ વગેરે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન દસ્તાવેજ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

સીબીઆઈએ નોંધાવેલા જુદાં-જુદાં કેસોમાં જેપી સ્પોર્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ, જયપ્રકાશ એસોસિયેટ્સ લિમિટેડ, અજનારા ઇન્ડિયા લિમિટેડ, વાટિકા લિમિટેડ, જેપી ઇન્ફ્રાટેક લિ., સુપરટેક અને આઇડિયા બિલ્ડર્સના નામે એફઆઇઆર નોંધાઈ છે.

સીબીઆઈએ જણાવ્યું હતું કે એજન્સીના આર્થિક ગુનાનિવારણ એકમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, પિરામલ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, આઇસીઆઈસીઆઈ બેન્ક, ટાટા કેપિટલ હાઉસિંગ ફાઇનાન્સ અને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ જેવી બેન્કિંગ અને નાણા સંસ્થાઓ સામે કેસ નોંધ્યો છે.

સીબીઆઈને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયામૂર્તિ એન. કોટેશ્વરસિંહની બેન્ચે આ કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. બેન્ચે એજન્સીને જુદાં-જુદાં બિલ્ડરો અને બેન્કોની સામે તપાસ કરવા મંજૂરી આપી હતી. 

Tags :