Get The App

ઇન્ફોસિસના સહ સ્થાપક ગોપાલકૃષ્ણન સહિત 17 સામે કેસ દાખલ

Updated: Jan 29th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ફોસિસના સહ સ્થાપક ગોપાલકૃષ્ણન સહિત 17 સામે કેસ દાખલ 1 - image

એસસી/એસટી અત્યાચાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કરાયો 

ફરિયાદકર્તા દુર્ગપ્પાએ દાવો કર્યો છે કે તેમને ૨૦૧૪માં હની ટ્રેપના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતાં 

નવી દિલ્હી: કર્ણાટક પોલીસે બેંગાલુરુમાં ઇન્ફોસિસના સહ સ્થાપક ક્રિસ ગોપાલકૃષ્ણન અને આઇઆઇએસસીના પૂર્વ ડાયરેક્ટર બલરામ અને  અન્ય ૧૬ની વિરુદ્ધ એસસી/એસટી અત્યાચાર અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે. 

આ કેસ ૭૧મા સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ (સીસીએચ)ના નિર્દેશના આધાર પર સદાશિવ નગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

ફરિયાદકર્તા દુર્ગપ્પા આદિવાસી બોવી સમુદાયના છે અને તે  ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સમાં સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીમાં એક ફેકલ્ટી મેમ્બર હતાં. તેમણે દાવો કર્યો હતો કે ૨૦૧૪માં તેમને હની ટ્રેપ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતાં અને પછી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતાં. તેમણે વધુમાં આરોપ મૂક્યો હતો કે તેમને ગાળો અને ધમકીઓ આપવામાં આવી હતી. ઘટનામાં અન્ય વ્યકિત ગોવિંદન રંગરાજન, શ્રીધર વારિયર, સંધ્યા વિશ્વેશ્વરેહ, હરિ કેવીએસ, દાસપ્પા, બલરામ પી, હેમલતા મિશી, ચટ્ટોપાધ્યાય કે, પ્રદીપ ડી સાવકર અને મનોહરનની વિરુદ્ધ પણ કેસ દાખલ છે. ઇન્ફોસિસની રચના પૂર્ણેમાં કરવામાં આવી હતી. હાલમાં તેનું મુખ્યમથક બેંગાલુરુમાં આવેલું છે. ગોપાલકૃષ્ણને ૨૦૦૭થી ૨૦૧૧ સુધી ઇન્ફોસિસના સીઇઓ અને એમડીના તરીકે કાય કર્યુ હતું. ક્રિસ ગોપાલકૃષ્ણન ૨૦૧૧થી ૨૦૧૪ સુધી આ કંપનીના ઉપાધ્યક્ષ તથા ૨૦૦૭થી ૨૦૧૧ સુધી ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને એમડી રહ્યાં હતાં. જાન્યુઆરી, ૨૦૧૧માં ભારત સરકારે ગોપાલ કૃષ્ણને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિકમ સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતાં.

 ક્રિસ ગોપાલકૃષ્ણને આઇઆઇટી મદ્રાસમાંથી ફિઝિક્સ અને કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી લીધી છે. આ ઉપરાંત તે ગોપાલકૃષ્ણન ઇન્ડિયન નેશનલ એકેડમી ઓફ એન્જિનિયર્સ (આઇએનએઇ)ના ફેલો છે.