Get The App

માત્ર બ્રેકઅપના કારણે પુરુષ સામે રેપ કેસ ન થઈ શકે, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

Updated: Nov 21st, 2024

GS TEAM


Google News
Google News
માત્ર બ્રેકઅપના કારણે પુરુષ સામે રેપ કેસ ન થઈ શકે, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય 1 - image


Supreme Court On Rape Case: લગ્નની લાલચ આપી રેપના આરોપનો સામનો કરી રહેલા યુવકને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતો કહ્યું કે, માત્ર બ્રેકઅપના કારણે પુરૂષ સામે રેપ કેસ ન થઈ શકે. ફરિયાદી મહિલાએ 2019માં આરોપી વિરુદ્ધ રેપ કેસ દાખલ કર્યો હતો. આ પછી આરોપીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ કેસમાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સહમતિથી સંબંધમાં રહેતા કપલ વચ્ચે માત્ર બ્રેકઅપ થઈ જવાના કારણે પુરુષ વિરુદ્ધ ફોજદારી કેસ શરૂ ન કરી શકાય.

આ કેસની સુનાવણી જસ્ટિસ બીવી નાગરત્ન અને જસ્ટિસ એન કોટેશ્વર સિંહની બેંચ કરી રહી હતી. કોર્ટે કહ્યું કે, સહમતિથી સંબંધમાં રહેતા કપલ વચ્ચે માત્ર બ્રેકઅપ થઈ જવાના કારણે ફોજદારી કાર્યવાહી શરૂ ન કરી શકાય. જ્યારે સંબંધ લગ્ન સુધી નથી પહોંચતો, ત્યારે પ્રારંભિક તબક્કામાં પક્ષકારો વચ્ચે સહમતિથી બનેલા સંબંધોને ગુનાહિત રંગ ન આપી શકાય. 

કોર્ટે એ વાત પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, આરોપીએ ફરિયાદીનો એડ્રેસ મેળવી લીધો હતો અને બળજબરીપૂર્વક તેની સાથે શારીરિક સબંધ બનાવી રહ્યો હતો. બેંચે કહ્યું કે, જો ફરિયાદી દ્વારા તેને એડ્રેસ જ આપવામાં ન આવ્યો હોત તો આરોપી તેનો એડ્રેસ જ મેળવી ન શક્યો હોત. 

કોર્ટે કહ્યું કે, 'એ વાત સમજની બહાર છે કે, ફરિયાદી પોતાની સહમતિ વિના અપીલકર્તાને મળવાનું ચાલુ રાખે અથવા લાંબા સમય સુધી તેની સાથે સંપર્કમાં રહે અથવા શારીરિક સંબંધો રાખે.'

આ પણ વાંચો: અદાણી લાંચ કેસ: 'જે રાજ્યોમાં કોન્ટ્રાક્ટ થયો ત્યાં વિપક્ષની સરકાર', રાહુલ ગાંધીને ભાજપનો જવાબ

શું હતો મામલો?

વર્ષ 2019માં FIR દાખલ કરવામાં આવી હતી કે, આરોપીએ લગ્નની લાલચ આપી જાતીય સતામણી કરી છે. મહિલાએ ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે, આરોપીએ મને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને અને આમ ન કરવા પર મારા પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. મહિલાની ફરિયાદ બાદ આરોપી વિરુદ્ધ IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Tags :