જમ્યા બાદ તમે પણ ખાઓ છો ઈલાયચી? તો જાણીલો આ શરીર પર કેટલી કરે છે અસર
ઈલાયચીમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટસ રહેલા છે, જે સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે
ઈલાયચીના બીજ, તેલમાં એક ઔષધીય ગુણ રહેલો હોય છે
Image Envato |
તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર
ઈલાયચીને માઉથ ફ્રેશનર તરીકે ઓળખવામાં આવે છે, ઈલાયચીના બીજમાં એક ઔષધીય ગુણ રહેલો હોય છે. આ સ્વાસ્થય માટે ફાયદાકારક પણ હોય છે. આજે આ આર્ટિકલમાં તમને જમ્યા પછી બે ઈલાયચી ખાવામા આવે તો તેનાથી તમારા મોઢામાં ખુશ્બુ આવશે. આ એક માઉથ ફ્રેશનર તરીકેનું કામ કરે છે. આવો તેના ફાયદા જાણીએ.
ઈલાયચી ખાવાના ફાયદા
ઈલાયચીમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટસ રહેલા છે, જે સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. પરંતુ જો વધારે પ્રમાણમાં ઈલાયચી થાવામાં આવે તો પેટમાં ગરમી પેદા થઈ શકે છે. જેના કારણે પેટ ખરાબ થઈ શકે છે.
ઈલાયચી ખાવાથી અનેક પ્રકારની મુસિબતોમાંથી મુક્તિ મળે છે. ઈલાયચી ખાવાથી હ્રદય સ્વસ્થ રહે છે, સાથે સાથે ઊંઘની સમસ્યાથી છુટકારો મળે છે. ઈલાયચી ખાવાથી મોંઢામાં રહેલા બેક્ટેરિયા ખત્મ થઈ જાય છે.
ગળાની ખારાશને લઈને શરીરમાં આ બીમારીઓને દુર કરે છે ઈલાયચી
જમ્યા પછી ઈલાયચી ખાવાથી પાચનતંત્ર તંદુરસ્ત થાય છે. આનાથી ઊંઘની બીમારીમાં રાહત થાય છે. એટલા માટે રાત્રે ઈલાયચી ખાવાથી ફાયદો થાય છે અને ગળાની ખારાશ દુર કરે છે.
ઈલાયચીનો ઉપયોગ અને ફાયદા
- ઈલાયચીના બીજ, તેલમાં એક ઔષધીય ગુણ રહેલો હોય છે.
- ઈલાયચીને દુધમાં ઉકાળીને મધ સાથે ભેળવીને રાત્રે સુતા સમયે સેવન કરવામાં આવે તો શરીરની અંદર મજબૂતી આવે છે.
- ઈલાયચીનું નિયમિત સેવન કરવાથી કેન્સર જેવી બીમારીઓને માત આપી શકાય છે, આ સિવાય તેમા એન્ટીઈન્ફ્લેમેટરી તત્વ મોંઢામાં અને ચામડીમાં કેન્સર સામે લડવામાં મદદ કરે છે.
- ઈલાયચીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો રહેલા હોય છે, જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ હંમેશા સામાન્ય રહે છે. જેના કરાણે પરિણામે બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
- જો કોઈ વ્યક્તિને ગેસ તેમજ એસિડિટી જેવી પેટની બીમારીઓ હોય તો તેમને હંમેશા જમ્યા પછી ઈલાયચીનું સેવન કરવું જોઈએ.
- ઈલાયચીની તાસીર ગરમ હોય છે, જે અસ્થમામાં અસરકારક સાબિત થઈ છે.