વકીલ કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ? જાણો સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે શું હોય છે યોગ્યતા
સોમાવરે સુપ્રીમ કોર્ટે તેના જજ તરીકે ત્રણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના નામની ભલામણ કરી છે
આ ભલામણને કેન્દ્રની મંજુરી મળતા જ તેમાં જજ ની સંખ્યા 34 થઇ જશે
Supreme Court Judge: ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતા ધરાવતી સુપ્રીમ કોર્ટ કોલેજીયમે સોમવારે સુપ્રીમ કોર્ટના જજ માટે હાઇકોર્ટના 3 જજની ભલામણ કરી છે. ભારતની સર્વોચ્ચ અદાલતમાં 34 જજની મંજૂર સંખ્યા છે અને હાલમાં તે 31જજ સાથે કાર્યરત છે. એકવાર આ ભલામણોને કેન્દ્ર દ્વારા મંજૂર કરવામાં આવે તો, સર્વોચ્ચ અદાલતમાં 34 જજની મંજૂર સંખ્યા પૂર્ણ થઈ જશે.
આ ત્રણ નામની ભલામણ કરવામાં આવી
દિલ્લી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સતીશચંદ્ર શર્મા, રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટીસ જોર્જ મસીહ અને ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સંદીપ મહેતાની સુપ્રીમ કોરમાં બઢતી માટે તેમના નામની ભલામણ કરવામાં આવી છે. તો એવામાં એક પ્રશ્ન થાય કે શું સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે હાઈકોર્ટના જજ હોવું અનિવાર્ય છે. એવા જોઈએ બંધારણમાં શું જોગવાઈ છે?
સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે યોગ્યતા
- બંધારણના અનુચ્છેદ 124 મુજબ, તેઓ ભારતનો નાગરિક હોવા જોઈએ અને તેમની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ
- ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી એક અથવા વધુ હાઈકોર્ટના જજ (સતત) રહ્યા હોય
- ઓછામાં ઓછા દસ વર્ષ માટે વકીલ તરીકે કામ કર્યું હોય
વકીલથી સીધા સુપ્રીમ કોર્ટના જજ
સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટના જજની તરીકે હાઇકોર્ટના જજની નિમણુક કરવામાં આવે છે. તેમ છતાં અમુક નામ એવા પણ છે કે જેમની નિમણુક વકીલથી સીધા સુપ્રીમ કોર્ટના જજ તરીકે કરવામાં આવી હોય. જેમાં એસ.એમ.સીકરી, એસ. ચંદ્રા રોય, કુલદીપ સિંહ, સંતોષ હેગડે, આર. એફ. નરીમન, યુ.યુ.લલિત, એલ. નાગેશ્વર રાવ, ઇન્દુ મલ્હોત્ર અને પી.એસ. નરસિમ્હા સામેલ છે.
સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક
સુપ્રીમ કોર્ટના દરેક ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટ અને રાજ્યોની હાઇકોર્ટના ન્યાયાધીશો સાથે ચર્ચા કર્યા પછી કરવામાં આવશે. ચીફ જસ્ટીસ સિવાય અન્ય કોઈ જજની નિમણૂકના કિસ્સામાં, ભારતના ચીફ જસ્ટીસની હંમેશા સલાહ લેવામાં આવશે.