શું ભારતીય યુવક પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરી શકે? જાણો શું છે નિયમો...
નવી મુંબઇ,તા. 7 ડિસેમ્બર 2023,ગુરુવાર
કહેવાય છે કે, પ્રેમને કોઇ સીમા નથી નડતી એટલે પ્રેમિઓ બોર્ડર પાર કરીને પણ પોતાના પ્રેમને પામવા પહોંચી જાય છે અને વાત જ્યારે ભારત પાકિસ્તાન બોર્ડરની હોય તો ખાસ લોકો વચ્ચે ચર્ચાનું કારણ બને છે.
પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર હોય કે ભારતથી પાકિસ્તાન આવેલી અંજુ, આ બંને કેસમાં એક વાત સામાન્ય છે અને તે એ છે કે, શું ભારત અને પાકિસ્તાનના નાગરિકો એકબીજા સાથે લગ્ન કરી શકે છે. આ અંગે ભારતીય કાયદો શું કહે છે તે મોટો પ્રશ્ન છે.ત્યારે હિંદુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ હિંદુ અને મુસ્લિમ વ્યક્તિઓ તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. ત્યારે જાણીએ આ કાયદામાં શેનો શેનો સમાવેશ થાય છે.
લગ્ન પર કોઈ પ્રતિબંધ નથી
માનવ અધિકાર અને ન્યાય વિશે વિચારવું ખૂબ જ જરૂરી છે. આ સંદર્ભમાં, ભારતીય કાયદો વ્યક્તિગત સ્વતંત્રતા અને પડકારોને સમજે છે, જ્યાં કોઈપણ પુખ્ત વ્યક્તિને તેની પસંદગીના જીવનસાથી સાથે લગ્ન કરવાનો અધિકાર છે. ભારતીય કાયદો કોઈ પણ વ્યક્તિને બીજા દેશના નાગરિક સાથે લગ્ન કરવા પર પ્રતિબંધ નથી રાખતો.
નોટિસ આપવી જરૂરી
હિંદુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ હિંદુ અને મુસ્લિમ વ્યક્તિઓ તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે.
જાહેર નોટીસ આપવી જરુરી
વ્યક્તિગત સંમતિના આધારે, કોઈપણ પુખ્ત વ્યક્તિ આ કાયદા હેઠળ લગ્ન કરી શકે છે. આ કાયદા હેઠળ ભારતીય અને વિદેશી વચ્ચે પણ લગ્ન થઈ શકે છે, પરંતુ લગ્નના 30 દિવસ પહેલા જાહેર નોટિસ આપવી જરૂરી છે.
આમ, કોઈપણ પુખ્ત વ્યક્તિ, પછી તે ભારતીય હોય કે વિદેશી, તેને તેની પસંદગીની વ્યક્તિ સાથે હિંમતભેર લગ્ન કરવાનો અધિકાર છે. આવા કિસ્સાઓમાં, તેઓ સંબંધિત કાયદાઓનું પાલન કરીને પોતાનું જીવન શરૂ કરી શકે છે.
આ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી
આવા કિસ્સાઓમાં, જો કોઈ ભારતીય વિદેશમાં રહે છે અને ત્યાં લગ્ન કરે છે, તો તેણે ભારતીય કાયદાનું પાલન કરવું પડશે. પોતાના ધર્મ અનુસાર લગ્ન કર્યા પછી, તેણે તેના ધર્મના અંગત કાયદા હેઠળ તેના લગ્નની નોંધણી કરાવવી પડશે. જો કોઈ વિદેશી નાગરિક છે, તો તેણે તેના દેશના દૂતાવાસમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લાવવું પડશે.
જો વિદેશી વ્યક્તિ પરિણીત હોય, તો તેણે તેના અગાઉના લગ્નની છૂટાછેડાની હુકમનામું પણ રજૂ કરવું પડશે. આવા કિસ્સાઓમાં સંબંધિત કાયદાકીય નિયમોનું પાલન કરવું જરૂરી છે.