દિલ્હીમાં ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવતી કોલગર્લ એસ્કોર્ટ વેબસાઈટની નોકરી છોડનાર યુવકનું મોડી રાત્રે અપહરણ
- દિલ્હીમાં સેક્સ રેકેટ ચલાવતા શખ્સે વડોદરાના સ્થાનિક લુખ્ખાઓ મારફત પૂર્વ કર્મચારીનું અપહરણ કર્યા બાદ તેને માર મારી છોડયો
અપહરણના ગુનામાં ઝડપાયેલો તાંદલજાનો અાસીફ વોરા |
દિલ્હીથી ઓનલાઈન સેક્સરેકેટ ચલાવતી'કોલગર્લ એસ્કોર્ટ'વેબસાઈટની નોકરી છોડયા બાદ અત્રે આવીને અન્ય વેબસાઈટ પર કામકાજ કરતા અને રાત્રે ચાઈનીઝની લારી ધરાવતા મુળ ઉત્તરાખંડના યુવકનું ગત મોડી રાત્રે કોલગર્લ એસ્કોર્ટ વેબસાઈટના સંચાલકે તેના ભાડુતી માણસો મારફત લાલબાગ વિસ્તારમાંથી અપહરણ કર્યું હતું. આ બનાવની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી અને પોલીસે મોબાઈલ ફોન લોકેશનના આધારે અપહ્યુત યુવકને શોધી કાઢી તેને મુક્ત કરાવ્યો હતો અને એક અપહરણકારની ધરપકડ કરી હતી.
મુળ ઉત્તરાખંડનો વતની સંદીપ વિનોદકુમાર જોષી છેલ્લા બે વર્ષ અગાઉ દિલ્હીમાં મલીકપુર કોઠી ખાતે રહેતો હતો અને ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવતી કોલગર્લ એસ્કોર્ટ વેબસાઈટ પર દર મહિને ૩૫ હજારના પગારે કામ કરતો હતો. આ વેબસાઈટ ચલાવતા દિલ્લીના અરવિંદ જૈન તેને પગાર આપતો ન હોઈ તેણે અરવિંદની નોકરી છોડી હતી. ગત ૨૦૧૬થી તે વડોદરામાં આવી પ્રતાપનગર બ્રિજ પાસે સાંઈવિલા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે અને અને ચાઈનીઝ ફુડની લારી ચલાવે છે અને કોલગર્લ એસ્કોર્ટને લગતી વેબસાઈટ પર કામ શરૃ કર્યું હતું. તે અત્રે ઠરીઠામ થતાં ગત ફેબુ્રઆરી માસથી તેની ૨૨ વર્ષીય પત્ની પુજા પણ તેની સાથે અત્રે રહેવા માટે આવી છે.
તે અત્રે ચાઈનીઝ લારી ચલાવતો હોઈ તેની લારી પર કામ કરતાં બંને કારીગરો જીવન લાલેરામ ભોલ અને કિશોર ઉર્ફ અશોક નરબહાદુર ભારતીય પણ સંદીપના ઘરે જ રહે છે. ગત મોડી રાત્રે સંદીપ ઘરેથી રોકડા ૫૦ હજાર લઈને તેની હુન્ડાઈ કારમાં કામ છે તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો. મોડી રાત્રે તેની પત્ની તેના બેડરૃમમાં સુતી હતી તે સમયે તેની લારીના કારીગર જીવને તેને ઉઠાડીને જાણ કરી હતી કે રાત્રે બે વાગે સંદીપ તેના કારીગર કિશોર સાથે રાત્રીબજાર તરફ ફરવા માટે નીકળ્યા હતા. તેઓ લાલબાગ બ્રિજ પાસેથી પસાર થતા હતા તે સમયે તેઓની કારેને એક્ટિવા ્ને કારમાં આવેલા આઠથી દસ જણાએ આંતરી હતી. તેઓએ સંદીપ અને કિશોરને માર માયો હતો અને કિશોર ત્યાંથી ભાગી જતા હુમલાખોરો સંદીપને તેની જ કારમાં અપહરણ કરી સ્ટેશન તરફ લઈ ગયા છે.
ત્યારબાદ અજાણ્યા હુમલાખોરોએ સંદીપની પત્ની અને કારીગરને ફોન કરી તેઓ સંદીપને સ્ટેશન તરફ અને ત્યારબાદ દુમાડ ચોકડી તરફ લઈ ગયા છે અને તેને લઈ જાવ તેવુ જણાવ્યું હતું. આ બનાવની સંદીપની પત્નીએ મકરપુરા પોલીસને જાણ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી અને પોલીસે સંદીપની પત્નીને અપરહણકારો સાથે વાતચિત ચાલુ રખાવી હતી.આ પૈકીના એક અપહરણકાર આસીફ સલીમ વોરા (રહે.સંતોષનગર, મુક્તિનગર પાછળ,તાંદલજા)ની ઓળખ છતી થતા પોલીસે તેના ઘરે છાપો માર્યો હતો અને તેના પરિવારજનોની ઘનિષ્ટ પુછપરછ કરતાં આસીફ જાતે કારમાં અપહ્યુત સંદીપને લઈને પોલીસના શરણે આવ્યો હતો અને પોલીસે આસીફની ધરપકડ કરી હતી. સંદીપને દંડાથી અને છુટ્ટા હાથોથી માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હોઈ તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. મકરપુરા પોલીસે હાલમાં પુજા જોષીની ફરિયાદના પગલે આઠથી દસ અપહરણકારો સામે ગુનો નોંધી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પોતાનું સેક્સ રેકેટ સંદીપે તોડી પાડતા અરવિંદે હુમલો કરાવ્યો
ગત રાત્રે સંદીપનું અપહરણ તેમજ હુમલો અને લૂંટના બનાવની ભીતરમાં દેહવેપારના કાળો કારોબાર કારણભૂત હોવાનું સપાટી પર આવ્યું છે.
દિલ્હીના અરવિંદ જૈને તાજેતરમાં વીડિયો કોલિંગ કરી સંદીપને ઉઠાવી જવાની ધમકી આપેલી
સંદીપ અગાઉ દિલ્હીમાં ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવતા અરવિંદ જૈનની નોકરી છોડીને અત્રે આવી ગયો હતો અને તે હાલમાં પણ કોઈ વેબસાઈટને લગતું કામ કરે છે તેવું ખુદ તેની પત્નીએ પોલીસ ફરિયાદમાં જાણ કરી હતી. આ અંગે પોલીસનું એવુ અનુમાન છે કે સંદીપ હાલમાં આવા જ કોઈ પ્રકારની અન્ય કોઈ વેબસાઈટ પર કામ કરતો હોઈ અરવિંદને એવી શંકા હતી કે તેના પુર્વકર્મચારી સંદીપના કારણે તેના સેક્સ રેકેટ પર અસર પડી છે અને તેના કારણે આ ગંદા ધંધામાં નુકશાન થઈ રહ્યું છે.
સંદીપના કારણે પોતાનો ધંધો તૂટી પડતા અરવિંદે તાજેતરમાં સંદીપને વીડિયો કોલિંગથી તેને ઉઠાવી જવાની ધમકી આપી હતી અને ધમકી મુજબ તેણે વડોદરાના સ્થાનીક લુખ્ખાઓની મદદથી ગત રાત્રે સંદીપનું અપહરણ કરાવ્યું હતું. સંદીપ ફરીથી પોતાના સાથે કામ કરે તે માટે તેની પર દબાણ લાવવા માટે પણ અરવિંદે આ હુમલો કરાવ્યો હોવાનું મનાય છે.
સંદીપની પત્ની કહે છે મને આજે જ પતિના ધંધાની જાણ થઈ
અપહરણ બાદ સહીસલામત મળેલા સંદીપ હાલ હોસ્પિટલમાં છે પરંતું તેની પત્નીની વાતોએ પણ શંકા ઉભી કરી છે. સંદીપની પત્ની પુજા મુળ બંગાળની વતની છે અને તેણે બે વર્ષ પહેલા સંદીપ સાથે લગ્ન કર્યું છે તેમ જણાવ્યું હતું. સંદીપ અગાઉ કોલગર્લ એસ્કોર્ટમાં કામ કરતો હતો તેની જાણ છે પરતું તે હાલમાં કઈ વેબસાઈટનું કામ કરે છે તેની તેને ખબર નથી. એટલું જ નહી તેણે એવો લુલો બચાવ કર્યો હતો કે મને તો આજે જે તેના ધંધાની ખબર પડી છે.
![]() |
પોલીસે અપહરણકારોના સકંજામાંથી મુક્ત કરાવેલા સંદીપને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો |
સેક્સ રેકેટના ધંધામાં સંદીપનું અપહરણ થયાની પ્રાથમિક વિગતો મળતા જ શહેર પોલીસ તંત્ર એકશનમાં આવ્યું હતું. મોડી રાત્રે શહેર પોલીસની જુદી-જુદી ટીમો તેમજ કન્ટ્રોલ રૃમનો સ્ટાફ અને પોલીસના ટેકનીકલ સોર્સીસની ટીમો સંદીપને શોધવા માટે કામે લાગી હતી. તમામના સહિયારા પ્રયાસના પગલે સંદીપને તેની જ કારમાં આસીફ લઈને પોલીસના શરણે આવતા તેનો બચાવ થયો હતો.સેક્સ રેકેટના કાળા ધંધામાં અન્ડરવર્લ્ડ પણ સામેલ હોવાની શંકા હોઈ પોલીસે તે દિશામાં પણ તપાસ શરૃ કરી છે.