Get The App

બાબરી મસ્જિદના નિર્માણને રોકવાનો કોલકાતા હાઇકોર્ટનો ઇન્કાર, TMC ધારાસભ્યએ જુઓ શું કહ્યું

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
બાબરી મસ્જિદના નિર્માણને રોકવાનો કોલકાતા હાઇકોર્ટનો ઇન્કાર, TMC ધારાસભ્યએ જુઓ શું કહ્યું 1 - image

MLA Humayun Kabir On Calcutta High Court : તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરને હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. શુક્રવારે (5 ડિસેમ્બર) હાઇકોર્ટે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બાંધકામ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે શાંતિ જાળવવાની જવાબદારી રાજ્ય સરકાર પર છોડી દીધી છે. કબીરે 6 ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કરવાની જાહેરાત કરી હતી. ધારાસભ્યએ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે.

કબીરે શું કહ્યું?

હાઇકોર્ટના નિર્ણય પર કબીરે કહ્યું કે, 'મે પહેલા જ કહ્યું હતું કે હું પાયો નાખીશ. હાઇકોર્ટના જજ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી હું ખૂબ ખુશ છું. હું હાઇકોર્ટના જજને શુભેચ્છા પાઠવું છું. આ મારો બંધારણીય અધિકાર છે. જે લોકો હાઇકોર્ટે ગયા હતા, તેમને જડબાતોડ જવાબ મળ્યો...'

TMC પર ગુસ્સે

TMCએ ગુરુવારે ધારાસભ્ય કબીરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આ પછી તરત જ કબીરે જાહેરાત કરી હતી કે, તેઓ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે અને આ મહિનાના અંતમાં પોતાની પાર્ટી બનાવીને પ્રસ્તાવિત એજન્ડાને આગળ ધપાવશે. ભલે તેનો અર્થ ધરપકડ થાય અથવા તો મારી નાખવામાં આવે...

કબીર બહેરામપુરમાં મુખ્યમંત્રીની SIR વિરોધી રેલીના સ્થળે બેઠા હતા ત્યારે વિલંબના સમાચાર આવ્યા, જ્યાં તૃણમૂલ કોંગ્રેસે તેમને અગાઉ આમંત્રણ આપ્યું હતું. કબીરે તેને ઇરાદાપૂર્વકનું અપમાન ગણાવ્યું અને તેમના વિરુદ્ધ ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'મને કોઈ પત્ર મળ્યો નથી. પરંતુ હું શુક્રવાર કે સોમવારે વિધાનસભા સભ્યપદ પરથી રાજીનામું આપીશ.'

આગામી ચૂંટણીમાં 135 બેઠક પર ઉમેદવારો ઉતારશે

કબીરે કહ્યું કે, 'અમારું નવું સંગઠન આગામી વર્ષમાં થનારી વિધાસભા ચૂંટણીમાં કુલ 294માંથી 135 બેઠક પર ઉમેદવારો ઉતારશે.' શાસક પક્ષમાં પાછા ફરતાં પહેલા કોંગ્રેસ, તૃણમૂલ અને ભાજપમાં રહેલા કબીરે કહ્યું કે, '6 ડિસેમ્બરે બેલડાંગામાં શિલાન્યાસ સમારોહ રદ કરવામાં આવશે નહીં.'

આ પણ વાંચો: સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ, 50,000નો દંડ

વધુમાં તેમણે કહ્યું કે, 'શિલાન્યાસ કાર્યકર્મમાં લાખો લોકો હાજર રહેશે. જો વહીવટીતંત્ર અમને રોકવાની કોશિશ કરશે તો એનએચ-12 જામ કરવાની ફરજ પડશે. મને ચૂપ કરાવવા માટે મારી હત્યા પણ થઈ શકે છે. જો મને રોકવામાં આવશે તો ધરણાં પર બેસશે. મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે...'