FOLLOW US

કર્ણાટકમાં કેબિનેટનું માળખું તૈયાર, વધુ 24 MLAના નામ ફાઈનલ, આવતીકાલે મંત્રીપદના લેશે શપથ

સીએમ સિદ્ધારમૈયા અને ડે.સીએમ શિવકુમાર સહિત 8 મંત્રીઓ અગાઉ શપથ લઈ ચૂક્યા હતા

મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે

Updated: May 26th, 2023

image : Twitter


કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની સરકારમાં શનિવારે વધુ 24 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને પાર્ટીના કેન્દ્રીય નેતાઓ વચ્ચે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નામો ફાઈનલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે રાહુલ ગાંધીને મળશે.

સીએમ-ડે.સીએમ સાથે 8 મંત્રીઓએ લીધા હતા શપથ

20 મેના રોજ સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે સહિત આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. કોંગ્રેસ હાઈકમાન્ડે આઠ મંત્રીઓની પ્રથમ યાદીને મંજૂરી આપી હતી, જ્યારે કેબિનેટમાં લગભગ 28 ધારાસભ્યોને સામેલ કરવાની પ્રારંભિક યોજના હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ફક્ત તે ધારાસભ્યોના નામોને મંજૂરી આપવામાં આવી હતી, જેઓ તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા હતા અને સૌથી વરિષ્ઠ હતા, પછી તેમના નામો વિશે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો.

કોંગ્રેસ સામે આ પડકાર 

એવું કહેવાય છે કે સિદ્ધારમૈયા અને શિવકુમાર મંત્રી પદ માટે તેમના નજીકના ધારાસભ્યોના નામનો પ્રચાર કરી રહ્યા છે. જો કે, હજુ સુધી પોર્ટફોલિયોની કોઈ ફાળવણી કરવામાં આવી નથી. વિવિધ સમુદાયોના સંતુલન અને પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને મંત્રીઓની યાદી તૈયાર કરવી અને પોર્ટફોલિયોની ફાળવણી એ કોંગ્રેસ માટે પડકારજનક કાર્ય છે.

Gujarat
IPL-2023
Magazines