Get The App

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી 1 - image


Central Employees DA Hike: કેન્દ્ર સરકારે આજે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારો 1 જુલાઈથી અમલી બનશે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ આપતાં મોંઘવારી ભથ્થું વધારવા મંજૂરી આપવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. એક હોળી પહેલાં જાન્યુઆરી-જૂન દરમિયાન અને બીજું દિવાળી પહેલાં જુલાઈ-ડિસેમ્બર દરમિયાન DA માં વધારાની જાહેરાત થાય છે. દેશના 1.5 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનદારોને આ વધારાનો લાભ મળશે. 

કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લગભગ 3 ટકાનો વધારો કરાયો છે. આ સાથે કુલ મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પેના 58 ટકા થશે. આ વર્ષે જાન્યુઆરી-જૂનમાં મોંઘવારી ભથ્થું 2 ટકા વધારવામાં આવ્યું હતું. જે છેલ્લા છ વર્ષની તુલનાએ સૌથી ઓછો વધારો હતો.

કેટલો વધશે પગાર

કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વૃદ્ધિને ધ્યાનમાં લેતાં ગણતરી કરીએ તો ધારો કે, બેઝિક પગાર રૂ. 36000 છે. તો મોંઘવારી ભથ્થું દર મહિને 1080 રૂપિયા વધશે. પેન્શનધારકોને પણ પ્રમાણસર લાભ મળશે, અને મોંઘવારી રાહતમાં વધારો થવાની અપેક્ષા છે. હાલ સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું વધે છે. આ સાતમા પગાર પંચનો 10 વર્ષનો ગાળો 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થશે. આગામી વર્ષના મધ્ય સુધીમાં આઠમું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે.

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી 2 - image

Tags :