India

H1-B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કૉલેજોમાં UG-PGની સીટો વધારવાની મંજૂરી

By GS TEAM
24 Sep 20251 min read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે સરકારી મેડિકલ કોલેજોને વધુ મજબૂત અને આધુનિક બનાવવાની યોજનાના ત્રીજા ચરણને મંજૂરી આપી છે. આ નિર્ણયથી દેશભરના કેન્દ્રીય અને રાજ્ય સરકારની મેડિકલ કોલેજોમાં 5,000 નવી પીજી (પોસ્ટ ગ્રેજ્યુએટ) સીટ્સ વધારશે.

Summarized by AI; it may make mistakes. Check important info

H1-B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કૉલેજોમાં UG-PGની સીટો વધારવાની મંજૂરી

Medical Seats: કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે સરકારી મેડિકલ કૉલેજોને વધુ મજબૂત અને આધુનિક બનાવવાની યોજનાના ત્રીજા ચરણને મંજૂરી આપી છે. આ નિર્ણયથી દેશભરના કેન્દ્રીય અને રાજ્ય સરકારની મેડિકલ કૉલેજોમાં 5,000 નવી પીજી (પોસ્ટ ગ્રેજ્યુએટ) સીટ્સ વધારશે.

આ સાથે વર્તમાન સરકારી મેડિકલ કૉલેજમાં એમબીબીએસની સીટ વધારવા માટે ચાલી રહેલી કેન્દ્રીય યોજનાને મંજૂરી મળી છે. આ યોજના હેઠળ એમબીબીએસની 5023 બેઠક વધારવામાં આવશે. સીટ દીઠ ખર્ચ મર્યાદા પણ વધારી રૂ. 1.50 કરોડ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી.

સરકારનું માનવું છે કે, આ પગલાંથી ગ્રેજ્યુએટ સ્તરની મેડિકલ ક્ષમતામાં વધારો થશે. નિષ્ણાત ડૉક્ટર્સની ઉપલબ્ધતા વધશે અને સરકારી મેડિકલ કૉલેજોમાં નવી સ્પેશ્યાલિટીઝની શરુઆત થશે.