સીએએ ડિસેમ્બર સુધીમાં લાગુ થશેઃ પ. બંગાળના ભાજપના ધારાસભ્ય

કાયદા અંતર્ગત લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા મળશે

મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યમાં સીએએ લાગુ પડવા દેશે નહીઃ તૃણમૂલ કોંગ્રેસના નેતાનો જવાબ
પશ્વિમ બંગાળના ભાજપના ધારાસભ્ય અસીમ સરકારે સીએએ બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં સીએએ કાયદો લાગુ પડી જશે અને લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપવાની પ્રક્રિયા હાથ ધરાશે.
ભાજપના શરણાર્થી સેલના કન્વિનિયર અને નદિયા જિલ્લાના હરિંઘાટાના ધારાસભ્ય અસીમ સરકારે કહ્યંઆ હતુંઃ શરણાર્થી સેલના કન્વિનિયર હોવાના નાતે હું એટલું કહી શકું કે ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં સીએએનો કાયદો લાગુ પડી જશે.
બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના નેતાએ ભાજપના ધારાસભ્યને જવાબ આપ્યો હતો. મમતા બેનર્જીની સરકારમાં વન્ય-પર્યાવરણ મંત્રી જ્યોતિપ્રિય મલ્લિકે કહ્યું હતું કે અસીમ સરકાર જેવા લોકો આવા દાવાઓ ભલે કરતા રહે, પરંતુ મમતા બેનર્જી રાજ્યમાં સીએએ લાગુ પડવા દેશે નહીં. પશ્વિમ બંગાળ, કેરળ સહિતના ઘણાં રાજ્યોની સરકારો આ કાયદો લાગુ નહીં પડવા દેવા અગાઉ પણ જણાવી ચૂકી છે. સીએએ સંબંધિત ૩૦૦ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, તેની સુનાવણી પણ આગામી સમયમાં થશે.
ધ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) લાગુ પડશે તો ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૪ પહેલાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાંથી આવેલા લઘુમતી હિન્દુ, જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તી અને શીખ ધર્મના લોકોને પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષ દેશમાં શરણાર્થી તરીકે રહ્યા હોવાથી તેમને નાગરિકતા અપાશે. જોગવાઈ પ્રમાણે આ દેશોમાંથી આવતા માત્ર લઘુમતીઓને જ તેનો લાભ અપાશે. બહુમતી મુસ્લિમ નાગરિકોને એ જોગવાઈ લાગુ પડશે નહીં.
ડિસેમ્બર-૨૦૧૯માં એ કાયદો સંસદમાંથી પસાર થયો હતો. એ પછી કોરોના મહામારીના કારણે કાયદો લાગુ પડયો ન હતો. હવે કેન્દ્ર સરકાર આગામી સમયમાં આ કાયદો લાગુ કરશે.

City News

Sports

RECENT NEWS