Get The App

Mann Ki Baat : તહેવારો પર માત્ર સ્વદેશી સામાન જ ખરીદો, જાણો PM મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં શું કહ્યું

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને તહેવારોની શુભેચ્છા પાઠવી

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
Mann Ki Baat : તહેવારો પર માત્ર સ્વદેશી સામાન જ ખરીદો, જાણો PM મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં શું કહ્યું 1 - image


PM Modi Mann Ki Baat : વડાપ્રધાન મોદીનો આજે 106મો 'મન કી બાત' કાર્યક્રમ છે જેમાં તેમણે કહ્યું હતું કે દેશમાં તહેવારોને લઈને ઉત્સાહ છે અને આગામી તહેવારો માટે હું દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. આ ઉપરાંત તેમણે તહેવારો પર માત્ર સ્વદેશી સમાન ખરીદવાની વાત કરી હતી. 

વડાપ્રધાને સરદાર પટેલને યાદ કર્યા

વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં કહ્યું હતું કે ગાંધી જયંતિના અવસરે દિલ્હીમાં ખાદીનું રેકોર્ડ વેચાણ થયું છે તે વોકલ ફોર લોકલ અભિયાનની તાકાત છે. આ ઉપરાંત વડાપ્રધાને તહેવારો પર માત્ર સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ પણ કરી હતી જેથી તમામ દેશવાસીઓ તેનો લાભ મળી શકે. આ સિવાય પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તેમણે 580થી રજવાડાઓને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 31મી ઓક્ટોબર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હોવાથી ખાસ દિવસ છે તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું.

Mann Ki Baat : તહેવારો પર માત્ર સ્વદેશી સામાન જ ખરીદો, જાણો PM મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં શું કહ્યું 2 - image


Google NewsGoogle News