For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

પંજાબમાં મોટી દુર્ઘટના, 60 મુસાફરો સવાર બસ નહેરમાં ખાબકી, 5ના મોતના સમાચાર

અકસ્માત આજે બપોરે 1 વાગ્યાની આસપાસ થયું હતું

મુક્તસર અકસ્માત પર મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે

Updated: Sep 19th, 2023

Image:Twitter

પંજાબના મુક્તસરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કોટકપુરા રોડ પર ઝબેલીવાલી ગામ પાસે એક પ્રાઇવેટ કંપનીની બસ સરહિંદ કેનાલમાં પડી જવાથી પાંચ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. જો કે મોતના આંકડાની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. અકસ્માત સમયે બસમાં 60થી 65 લોકો સવાર હતા.

બસ ખૂબ જ સ્પીડમાં હતી

અકસ્માત આજે બપોરે 1 વાગ્યાની આસપાસ થયું હતું. અકસ્માત પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. બસ મુક્તસરથી કોટકપુરા તરફ જઈ રહી હતી. વિભાગીય ધારાસભ્ય જગદીપ સિંહ કાકા બરાડ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બસ ખૂબ જ સ્પીડમાં હતી. કેનાલના કિનારે લગાવેલી લોખંડની ગ્રીલ તોડી બસ કેનાલમાં પડી હતી.  

પંજાબના મુખ્યમંત્રીએ કરી ટ્વિટ

મુક્તસર અકસ્માત પર મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, 'મુક્તસર-કોટકપુરા રોડ પર કેનાલમાં એક પ્રાઈવેટ બસના અકસ્માતના દુખદ સમાચાર મળ્યા. પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે હાજર છે. હું દરેક ક્ષણે બચાવ કાર્યની માહિતી લઈ રહ્યો છું. ભગવાન તમારા બધાને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે. અમે બાકીની વિગતો ટૂંક સમયમાં શેર કરીશું.

Gujarat
Worldcup 2023
English
Magazines