Get The App

હવે ગભરાશો નહીં એરપોર્ટમાં આધારકાર્ડ સિવાય બીજા IDથી પ્રવેશ મેળવી શકાશે

- આધારકાર્ડ હશે તો જ એરપોર્ટમાં એન્ટ્રી મળશે તે વાતનુ છેદન

- ભારતમાં પાસપોર્ટ સિવાય એરપોર્ટમાં પ્રવેશ મેળવવો બન્યો સરળ

Updated: Oct 28th, 2017

GS TEAM

Google News
Google News
હવે ગભરાશો નહીં એરપોર્ટમાં આધારકાર્ડ સિવાય બીજા IDથી પ્રવેશ મેળવી શકાશે  1 - image

નવી દિલ્હી, તા. 28 ઓક્ટોબર 2017 શનિવાર

હવે એરપોર્ટમાં એન્ટ્રી કરવી સરળ બની છે. એરપોર્ટમાં એન્ટ્રી મેળવવા માટે 10 જેટલા ફોટો આઈડીને વેલિડ કરી દેવાયા છે. જેથી યાત્રીઓને પ્રવેશ કરવાની સરળતા રહેશે.

હવે એરપોર્ટમાં પાસપોર્ટ, વોટરઆઈડી અને આધાર કાર્ડ જ નહીં પરંતુ પાન કાર્ડ, સર્વિસ આઈડી, સ્ટુડન્ડ આઈડી અથવા નેશનલ બેન્કની પાસબુક જેમાં ફોટો લાગેલો હોય તેનાથી પ્રવેશ મળી શકશે. માતા-પિતા સાથે આવનાર નાના બાળકોને હવે ઓળખપત્ર આપવાની જરૂરિયાત રહેશે નહીં.

આ જાણકારી એવિએશન સુરક્ષા એજન્સી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી(BCAS)એ આપી છે. બ્યુરોએ એરપોર્ટ પર એન્ટ્રી માટે 10 ઓળખાણ પત્રોની લિસ્ટ પણ જારી કર્યું છે.

BCAS દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજોની યાદીમાં પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, સર્વિસ આઈડી, સ્ટુડન્ટ આઈડી કાર્ડ, દિવ્યાંગ મેડીકલ પ્રમાણપત્ર, કોઈ નેશનલ બેન્કની પાસબુક અને પેન્શન કાર્ડ વગેરે સામેલ છે.

BCASના પ્રમુખ રાજેસ ચંદ્રએ કહ્યું કે જો કોઈ પેસેન્જર પોતાનું આઈડી ખોવી નાખે તો અને તેની પાસે કાર્ડ ખોવાઈ જવાનુ કોઈ વેલિડ રીઝન હોય તો તે આ દસમાંથી કોઈ એક આઈ કાર્ડનું પ્રૂફ દેખાડી શકે છે. સાથે જ કોઈ પણ રાજ્ય અને કેન્દ્રના ગ્રુપ એના ગેજેટેડ અધિકારીના લેટરહેડ પર પોતાનો ફોટો અટેસ્ટ કરીને પણ દેખાડી શકે છે.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Tags :