Get The App

બજેટ એક ફેબુ્રઆરી રવિવારના દિવસે જ રજૂ થશે

ઓમ બિરલાની જાહેરાત મુજબ નિર્મલા સિતારમન સવારે ૧૧ વાગ્યે બજેટ રજૂ કરશે

લોકસભા અધ્યક્ષની જાહેરાતથી તમામ અટકળોનો અંત

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
બજેટ એક ફેબુ્રઆરી રવિવારના દિવસે જ રજૂ થશે 1 - image

નવી દિલ્હી, તા. ૧૨

દેશનું સામાન્ય બજેટ રજૂ થવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે આ બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે કે નહીં તે અંગેની અટકળોનો અંત આવ્યો છે.

લોકસભા અધ્યક્ષ ેઓમ બિરલાએ સામાન્ય બજેટ રવિવારે એક ફેબુ્રઆરીએ જ રજૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

નાણા પ્રધાન નિર્મલા સિતારમન માટે ૨૦૨૬-૨૭નું બજેટ અંગત રીતે પણ મહત્ત્વપૂર્ણ ગણાશે. આ તેમનું સતત નવમું બજેટ છે. આ બજેટ રજૂ કરતા જ નાણા પ્રધાન સિતારમન મોરારજી દેસાઇ દ્વારા સૌથી વધુ બજેટ રજૂ કરવાનાં વિક્રમની નજીક પહોંચી જશે.

ઉલ્લેખનીય છે કે મોરારજી દેસાઇએ પોતાના કાર્યકાળમાં કુલ ૧૦ બજેટ રજૂ કર્યા હતાં. ૨૦૨૬-૨૭ના બજેટ પછી સિતારમન ફક્ત એક બજેટ દૂર રહેશે.

ઓમ બિરલાનાં જણાવ્યા અનુસાર ૧ ફેબુ્રઆરી રવિવારના દિવસે સવારે ૧૧ વાગ્યે રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર ૨૮ જાન્યુઆરીથી શરૃ થશે.

સંસદીય કાર્ય સંબધી કેબિનેટ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલા એક કાર્યક્રમ અનુસાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ૨૮ જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત સત્રને સંબોધિત કરશે.

સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે બજેટ સત્ર ૨૮ જાન્યુઆરીએ શરૃ થશે અને બીજી એપ્રિલે સમાપ્ત થશે.  બજેટ સત્રનો પ્રથમ તબક્કો ૧૩ ફેબુ્રઆરીએ સમાપ્ત થશે. બીજો તબક્કો ૯ માર્ચથી શરૃ થશે બીજી એપ્રિલે સમાપ્ત થશે.