Get The App

જંગી દેવા હેઠળ દબાયેલી BSNL 14 પ્રોપર્ટી વેચશે, 20000 કરોડ ઉભા કરશે

Updated: Jan 5th, 2020

GS TEAM

Google News
Google News
જંગી દેવા હેઠળ દબાયેલી BSNL 14 પ્રોપર્ટી વેચશે, 20000 કરોડ ઉભા કરશે 1 - image

નવી દિલ્હી, તા. 5. જાન્યુઆરી, 2020 રવિવાર

જંગી ખોટ કરી રહેલી ભારત સરકારની ટેલિકોમ કંપની BSNL( ભારત સંચાર નિગમ લિમિટેડ) પોતાની સંપત્તિઓ વેચીને 20000 કરોડ રુપિયા ઉભા કરશે.

હાલમાં જ BSNL દ્વારા ખોટ ઓછી કરવા માટે 50 વર્ષથી વધુ વયના કર્મચારીઓ માટે વીઆરએસ સ્કીમ લોન્ચ કરવમાં આવી હતી.હવે કંપનીએ પોતાની પ્રોપર્ટી વેચવાનુ નક્કી કર્યુ છે.આ માટે કુલ 14 પ્રોપર્ટી નક્કી કરવામાં આવી છે.જે મુંબઈ, તિરુવનંતપુરમ, ચેન્નાઈ અને ગાઝીયાબાદ સ્થિત છે.આ પ્રોપર્ટીનુ લિસ્ટ BSNL દ્વારા સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટને સોંપવામાં આવ્યુ છે.

ભારત સરકારે ગત ઓક્ટોબરમાં જ BSNLને ફરી પાટા પર લાવવા માટે 69000 કરોડના પેકેજની જાહેરાત કરી હતી.જેમાં બે કંપનીઓના મર્જર,તેની સંપત્તિનુ વેચાણ અને કર્મચારીઓ માટે વીઆરએસ સ્કીમ સામેલ હતી.

કંપનીના 92000 કર્મચારીઓ વીઆરએસ માટે અરજી કરી ચુક્યા છે.જેનાથી કંપનીને 8800 કરોડની બચત થશે તેવુ અનુમાન છે.

Tags :