| AI Image |
BSF & SOG Joint Operation In Jammu : ગણતંત્ર દિવસ પહેલા જમ્મુમાં હિંસા ફેલાવવાના રિપોર્ટ્સ વચ્ચે સુરક્ષા દળોએ શનિવારે (10 જાન્યુઆરી, 2026) જમ્મુના સાંબા જિલ્લામાં ઈન્ટરનેશનલ બોર્ડર પાસે એક ફોરવર્ડ વિસ્તારમાંથી હથિયારોનો જથ્થો ઝડપ્યો છે. આશંકા છે કે, હથિયારોનો આ જથ્થો પાકિસ્તાની ડ્રોન દ્વારા અહીં ફેંકવામાં આવ્યો હતો.
BSFએ જમ્મુમાં ડ્રોનથી મોકલાયેલા હથિયારો ઝડપ્યા
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે BSFને હથિયારોનો જથ્થો મળ્યો હતો. જેમાં બે પિસ્તોલ, ત્રણ મેગઝીન, 16 રાઉન્ડ અને એક ગ્રેનેડનો સમાવેશ થાય છે. આતંકવાદીઓ દ્વારા 26મી જાન્યુઆરીના દિવસે કોઈ કાર્યક્રમને નિષ્ફળ કરવાના પ્રયાસની શંકાને ધ્યાનમાં રાખીને વધારવામાં આવેલી સુરક્ષા દરમિયાન આ જથ્થો મળી આવ્યો હતો.
BSFનું સર્ચ ઓપરેશન
બોર્ડર નજીકના વિસ્તારમાં એક ડ્રોનની શંકાસ્પદ હરકતની જાણકારી મળતાં BSF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ શુક્રવારની મોડી રાત સુધી ધગવાલના પાલૂરા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન એક નાળાના કિનારે એક પેકેટ મળી આવ્યું હતું. સુરક્ષા ટીમે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી પેકેટને ખોલ્યું તો તેમાંથી હથિયાર મળી આવ્યા હતા.
આ દરમિયાન ઉત્તર ભારત તરફથી જમ્મુમાં પણ ઠંડીને કહેર જોવા મળી રહ્યો છે. જેનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. આ સાથે પાકિસ્તાની ડ્રોનના માધ્યમથી જમ્મુમાં રહેલા આતંકવાદીઓ અને તેમને મદદગારોને હથિયારો પહોંચાડવાનું પ્લાનિંગ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાયલટ સહિત 7 લોકો સવાર હતા
તમને જણાવી દઈએ કે, નવા વર્ષના પહેલા દિવસે આજ પ્રકારની હરકત કરવામાં આવી હતી. તે સમયે પણ જમ્મુ વિસ્તારમાં પાકિસ્તાને ડ્રોન થકી હથિયાર મોકલ્યા હતા. જેમાં સુરક્ષા દળને સર્ચ ઓપરેશન દરમિયાન દારૂગોળો અને અનેક હથિયાર મળી આવ્યા હતા.


