10 અને 12મું પાસ યુવાઓ માટે નોકરીની તક, BSFમાં વિવિધ જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત
10 અને 12મી પાસ યુવાઓ માટે 247 થી વધુ હેડ કોન્સ્ટેબલ રેડિયો મિકેનિકની જગ્યા માટે અરજી કરી શકે છે.
Image BSF web |
તા. 18 એપ્રિલ 2023, મંગળવાર
ભારતીય સેનામાં જોડાવાનું કેટલાય યુવાનોનું સ્વપ્ન હોય છે. જો તમે ભારતીય સેનામાં જોડાવાની ઈચ્છા કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ખાસ છે. બોર્ડર સિક્યુરીટી ફોર્સ એટલે કે બીએસએફ જોડાવા માટે 10 અને 12મી પાસ યુવાઓ માટે 247 થી વધુ હેડ કોન્સ્ટેબલ રેડિયો મિકેનિકની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે.
આ જાહેરાતમાં અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે 2023 છે
આ જગ્યા પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 18-થી 25 વર્ષ રાખવામાં આવી છે. વિભાગ દ્વારા તેના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવ્યા છે. આ માટે ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ બીએસએફ ની અધિકૃત વેબસાઈટ પર જઈ વધુ માહિતી મેળવી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે 2023 છે. બીએસએફની ભરતી માટે ધોરણ 12 સાથે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ વિષય સાથે પાસ કરેલ હોવુ જોઈએ. અને ધોરણ 10 સાથે આઈટીઆઈનું શર્ટિફિકેટ હોવુ જરુરી છે.
ઓનલાઈન અરજી 22 એપ્રિલ 2023થી શરુ કરવામાં આવશે
આ ભરતી સાથે મહત્વપુર્ણ જાણકારી માટે જાહેરાત , અરજી પ્રક્રિયા , છેલ્લી તારીખ, પરીક્ષા બાબતે માહિતી સહિત અન્ય વિગતો બીએસએફની વેબસાઈટ પર આપવામાં આવી છે. જે યુવાઓ સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં નોકરી મેળવવા માંગતા હોય તેમને અરજી કરી શકે છે. આ જાહેરાત માટે ઓનલાઈન અરજી માટે 22 એપ્રિલ 2023થી શરુ કરવામાં આવશે.