India

VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ 'સિતારે જમીન પર' ગામલોકો સાથે બેસીને જોઈ

By GS TEAM
1 Aug 20252 mins read
TukuTouch Logo
વર્ષ 2001માં આવેલી એક્ટર આમિર ખાનની ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ 'લગાન'નું શૂટિંગ ગુજરાતના ભૂજના કુણારિયા ગામમાં થયું હતું. આ ગામમાં અંદાજિત 25 વર્ષ બાદ મિસ્ટર પરફેક્શનિસ્ટે ફરી વાપસી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: કચ્છના ગામડામાં પહોંચ્યા આમિર ખાન, પોતાની ફિલ્મ 'સિતારે જમીન પર' ગામલોકો સાથે બેસીને જોઈ

Actor Aamir Khan in Gujarat: વર્ષ 2001માં આવેલી એક્ટર આમિર ખાનની ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ 'લગાન'નું શૂટિંગ ગુજરાતના ભૂજના કુનરિયા ગામમાં થયું હતું. આ ગામમાં અંદાજિત 25 વર્ષ બાદ મિસ્ટર પરફેક્શનિસ્ટે ફરી વાપસી કરી છે. તેનું કારણ પણ ખાસ છે. જો કે, આમિર ખાન પોતાની આ વર્ષે જૂનમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સિતારે જમીન પર'ના સ્ક્રીનિંગને લઈને કુનરિયા બાદ નજીકના કોટાય ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગામલોકો અને વિદ્યાર્થીઓ સાથે બેસીને આ ફિલ્મી નિહાળી હતી. કોટાયની શાળામાંથી 'સિતારે જમીન પર' ફિલ્મને યુટ્યૂબ પર રિલીઝ કરી હતી.


જૂની યાદો કરી તાજા

ફિલ્મ 'સિતારે જમીન પર' 20 જૂન, 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. હવે તે પોતાની આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે કુનરિયા ગામ પહોંચ્યા હતા. જ્યાં ગામલોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આમિર ખાને ગામલોકો સાથે બેસીને ફિલ્મ 'સિતારે જમીન પર' જોયું. આ દરમિયાન દર્શકો વચ્ચે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.


જણાવી દઈએ કે, આ ગામમાં જ ફિલ્મ 'લગાન'નું શૂટિંગ થયું હતું. ફિલ્મમાં આ ગામને ચંપાનેરના નામથી બતાવવામાં આવ્યું. પોતાની હાલમાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'સિતારે જમીન પર'ના સ્ક્રીનિંગ માટે કુનરિયા ગામમાં જવું આમિર ખાન માટે જૂની યાદો તાજા કરનારો અનુભવ છે.


નવી પ્રતિભાઓને આપ્યો મોકો

જણાવી દઈએ કે, ફિલ્મ 'સિતારે જમીન પર'માં આમિર ખાન સાથે જેનેલિયા દેશમુખ પણ મહત્ત્વના રોલમાં નજરે પડી. ફિલ્મ 'સિતારે જમીન પર' દ્વારા આમિર ખાને 10 નવી ઉભરતી પ્રતિભાઓને ફિલ્મમાં મોકો આપ્યો. તેમણે અરૂશ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સંવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભંસાલી, આશીષ પેંડસે, ઋષિ શાહની, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકરની સાથે ફિલ્મ બનાવી.


ઓનલાઈન પણ જોઈ શકશો આ ફિલ્મ

આમિર ખાનની આ ફિલ્મનું આર.એસ પ્રસન્નાએ ડાયરેક્શન કર્યું. ફિલ્મ 'સિતારે જમીન પર'ને આમિરે ઓટીટી પર રિલીઝ નથી કરી, પરંતુ તેને સીધા યુટ્યૂબ પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મને આમિર ખાનની સત્તાવાર ચેનલ 'Aamir Khan Talkies' પર 1 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી. અહીં ફિલ્મને પે-પર-વ્યૂ મોડલના અનુસાર, રિલીઝ કરાઈ છે. 100 રૂપિયાની ચૂકવણી કરીને ફિલ્મને જોઈ શકાય છે.