BMC Election and Mahayuti Menifesto : મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણી પહેલા મહાયુતિ ગઠબંધન દ્વારા પોતાનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ ક્ષણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મુખ્યમંત્રી એકનાથ શિંદે, રામદાસ અઠાવલે, વિનોદ તાવડે, અમીટ સતામ અને આશિષ શેલાર સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, તેમાં ગત્ત સાડા ત્રણ વર્ષમાં મુંબઇ માટે કરાયેલા વિકાસના કામને પણ સમાહિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મહાયુતિ ગઠબંધનનો ઉદ્દેશ્ય મુંબઇના વિકાસની ગતિને ઝડપી બનાવવાનો છે. શિંદેએ મરાઠી માનુસના મુદ્દે ભારપૂર્વક જણાવ્યું કે, મોટા પ્રમાણમાં મરાઠી લોકો શહેર છોડી ચુક્યા છે અને ગઠબંધન તેમના પુનર્વસનની દિશામાં કામ કરી રહ્યું છે. તેમણે જુના પગડી ભવનનાં પુનર્વિકાસ અને સ્લમ મુક્ત મુંબઈનો સંકલ્પ કર્યો હતો.
શિંદેએ બીએમસીના ગત્ત કાર્યકાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં બેઠેલા લોકોએ મુંબઈ માટે કોઇ નક્કર પગલાં નથી લીધા. તેમણે કહ્યું કે, મહાયુતિ માત્ર માળખાગત વિકાસ નહી પરંતુ સામાન્ય નાગરિકોની સમસ્યાના સમાધાન માટે ગંભીર છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેમની સરકારે મુંબઇકરોની જીવનશૈલી સારી બનાવવા માટે સતત પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, અનેક પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરો જાહેર કરે છે પરંતુ મહાયુતિ પાસે પોતાના કાર્યોનો મજબૂત રેકોર્ડ પણ છે. ફડણવીસે આગામી ચૂંટણીમાં એક્શન ટેકન રીપોર્ટ પણ જનતા વચ્ચે રજુ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
મહિલા સશક્તિકરણ અંગે વાત કરતા ફડણવીસે બીએમસીના માધ્યમથી મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવાની યોજના જાહેર કરી હતી. જેને તેઓએ ખુબ જ મોટું પગલું ગણાવ્યું હતું. મહાયુતિના ચૂંટણી ઢંઢેરામાં મુંબઇના વિકાસ, આવાસ, મહિલા કલ્યાણ અને માળખાગત સુવિધાઓ અંગે અનેક વચનો આપવામાં આવ્યા છે. જેના કારણે આ મુદ્દાઓ પર જ હાલ ચૂંટણી આગળ વધે તેવું લાગી રહ્યું છે.


