Get The App

BMC ચૂંટણીમાં સૌથી પૈસાદાર વિજેતા ઉમેદવાર કોણ? સંપત્તિ જાણીને આંખો પહોળી થઈ જશે

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
BMC ચૂંટણીમાં સૌથી પૈસાદાર વિજેતા ઉમેદવાર કોણ? સંપત્તિ જાણીને આંખો પહોળી થઈ જશે 1 - image


મકરંદ નાર્વેકર ઇન્સ્ટાગ્રામ

BMC Election richest candidate : મુંબઈ મહા નગરપાલિકા (BMC) ચૂંટણી 2026 ના પરિણામોએ શહેરની રાજનીતિમાં એક ઐતિહાસિક વળાંક આણ્યો છે. આ વખતે માત્ર સત્તા પરિવર્તન જ નથી થયું, પરંતુ એ પણ સ્પષ્ટ થયું છે કે BMC ચૂંટણી 2026 માં અમીર ઉમેદવારોનો દબદબો રહ્યો. સવાલ એ છે કે, શું હવે મુંબઈ જેવા દેશના સૌથી મોટા અને ધનિક કોર્પોરેશનને ચલાવવાની જવાબદારી પણ કરોડપતિઓના હાથમાં રહેશે?

મકરંદ નાર્વેકર: સૌથી ધનિક ઉમેદવાર

આ ચૂંટણીમાં ભાજપના મકરંદ સુરેશ નાર્વેકર સૌથી વધુ ચર્ચામાં રહ્યા. તેમણે 124 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી અને તેઓ BMC ચૂંટણી 2026 ના સૌથી ધનિક ઉમેદવાર બન્યા. તેમની જીતે માત્ર રેકોર્ડ જ નથી બનાવ્યો, પરંતુ રાજનીતિમાં અમીરોની સીધી દખલગીરી અંગે પણ સવાલો ઉભા કર્યા છે. 124 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા મકરંદ નાર્વેકર હવે એશિયાની સૌથી ધનિક પાલિકાનો હિસ્સો બનશે. તેમની જીતે ફરી સાબિત કર્યું છે કે ચૂંટણીમાં પૈસા એક મહત્વનું પરિબળ (Factor) છે.

અન્ય કરોડપતિ ઉમેદવારો

મકરંદ નાર્વેકર એકમાત્ર કરોડપતિ કોર્પોરેટર નથી. આ વખતે અનેક વિજેતા ઉમેદવારો કરોડોની સંપત્તિ ધરાવે છે:

  • હર્ષિતા અશ્વિન નાર્વેકર (ભાજપ): 63.6 કરોડ
  • મીનલ સંજય તુર્ડે (શિવસેના): 56 કરોડ
  • ટ્યૂલિપ બ્રાયન મિરાન્ડા (કોંગ્રેસ): 51 કરોડ
  • અનીતા નંદકુમાર વૈતી (ભાજપ): 29 કરોડ
  • યશોધર ફણસે (શિવસેના UBT): 25.9 કરોડ
  • ભાસ્કર રામા શેટ્ટી (શિવસેના): 25.4 કરોડ

ઠાકરે પરિવારની હારનું અર્થઘટન

આ ચૂંટણીનો સૌથી મોટો રાજકીય સંદેશ એ છે કે, ઠાકરે પરિવારે લગભગ ત્રણ દાયકા પછી BMC પરનું પોતાનું વર્ચસ્વ ગુમાવ્યું છે. ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને બહુમતીનો આંકડો પાર કર્યો છે. ઠાકરે પરિવારનો દબદબો મુંબઇ પરથી ઘટી રહ્યો છે તે સાબિત થયું છે. આ ઉપરાંત બહારના રાજ્યોનાં લોકોની વધતી સંખ્યા અને ઠાકરે પરિવારનું મરાઠી રાજકારણ તેના માટે જ હવે ગળાનો ગાળીયો બની રહ્યું છે. 

ભાજપ: 89 બેઠકો

શિવસેના (શિંદે જૂથ): 29 બેઠકો 227 સભ્યોની આ પાલિકામાં હવે મોટા નિર્ણયો મહાયુતિ ગઠબંધન દ્વારા લેવામાં આવશે.

ગઠબંધન અને અન્ય પક્ષોનું પ્રદર્શન

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના ગઠબંધને કુલ 71 બેઠકો (શિવસેના UBT: 65, મનસે: 6) જીતી, પરંતુ તેઓ સત્તા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા. મરાઠી વિસ્તારોમાં તેમનું સમર્થન જળવાઈ રહ્યું, પરંતુ અન્ય વિસ્તારોમાં પ્રદર્શન નબળું રહ્યું. બીજી તરફ, કોંગ્રેસે 24 બેઠકો મેળવી, જ્યારે AIMIM એ આશ્ચર્યજનક રીતે પોતાની બેઠકો 2 થી વધારીને 8 કરી છે, જે લઘુમતી વિસ્તારોમાં બદલાતા રાજકીય પ્રવાહનો સંકેત આપે છે.