Get The App

ભાજપનું 'મોદી કા પરિવાર' અભિયાન, દેશ આખો મારો પરિવાર : વડાપ્રધાન

Updated: Mar 5th, 2024

GS TEAM

Google News
Google News
ભાજપનું 'મોદી કા પરિવાર' અભિયાન, દેશ આખો મારો પરિવાર : વડાપ્રધાન 1 - image


- લાલુના આક્ષેપો પર PM મોદીનો પલટવાર

- તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું, તેથી વિપક્ષના નેતાઓએ હવે બોલવાનું શરૂ કર્યું : મોદી

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે. ભાજપે ઘણા સમય અગાઉથી જ ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કદાચ આ પ્રથમ વખત બન્યું છે, જેમાં લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ભાજપે પોતાના ૧૯૫ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે ચૂંટણી પહેલા નવો દાવ ખેલ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોતાના નામની સાથે 'મોદી કા પરિવાર'નું સ્લોગન જોડી દીધું છે. મહત્વનું છે કે, એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન મોદીએ 'મેં હૂં મોદી કા પરિવાર'નો નારો આપ્યો હતો.

અમિત શાહ, જેપી નડ્ડા, મનસુખ માંડવિયા, વીરેન્દ્ર કુમાર, પુષ્કરસિંહ ધામી, નિતિન ગડકરી, અનુરાગ ઠાકુર, સંબિત પાત્રા, સુધાંશુ ત્રિવેદી, પીયૂષ ગોયલ, ગિરિરાજ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, મનોજ તિવારી, પ્રેમ સિંહ તમાંગ, યોગી આદિત્યનાથ, શહઝાદ પૂનાવાલા સહિતના દિગ્ગજ નેતાઓએ X  પર પોતાનો બાયો બદલ્યો છે. જેમાં તેમણે નવું સ્લોગન 'મોદી કા પરિવાર' ઉમેર્યું છે. મહત્વની વાત એ છે કે, આ શબ્દનો ઉપયોગ એક જ સમયે અનેક ભાજપ નેતાઓએ X  એકાઉન્ટ પર કર્યો, જ્યારે થોડા સમય પહેલા જ વડાપ્રધાન મોદીએ તેલંગાણાના આદિલાબાદમાં એક જનસભા દરમિયાન કહ્યું હતું કે, 'આખો દેશ તેમનો(વડાપ્રધાન મોદી) પરિવાર છે.' તેવામાં સમજી શકાય છે કે વડાપ્રધાનના તે નિવેદનને ધ્યાને રાખીને ભાજપના અનેક નેતાઓ ઠ એકાઉન્ટ પર બાયોમાં આ સ્લોગન ઉમેરી દીધું છે.

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન મોદીના પરિવાર પર સવાલ ઉઠાવ્યા હતા. લાલુ યાદવે કહ્યું હતું કે, 'કોણ છે નરેન્દ્ર મોદી? તેઓ અમારા પર પરિવારવાદની રાજનીતિના આરોપ લગાવી રહ્યા છે. જો મોદીને ખુદનો પરિવાર નથી તો અમે શું કરી શકીએ? શા માટે તેમને સંતાન નથી? તેઓ અસલી હિન્દૂ પણ નથી. હિન્દૂ પરંપરાઓમાં માતા-પિતાના નિધન પર દિકરાના માથાના વાળ અને દાઢી કાપવી જોઈએ. જ્યારે મોદીના માતાનું નિધન થયું તો તેમણે એવું ન કર્યું.'

તેલંગાણામાં આયોજિત એક કાર્યક્રમમાં પરિવારવાદના નામ પર વિપક્ષ પર વડાપ્રધાન મોદીએ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણમાં ડૂબેલા INDIA ગઠબંધનના નેતા પરેશાન થઈ રહ્યા છે. હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું, તો આ લોકોએ હવે બોલવાનું શરૂ કરી દીધું છે કે મોદીનો કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગું છું કે, ૧૪૦ કરોડ દેશવાસી જ મારો પરિવાર છે, જેમનું કોઈ નથી તે પણ મોદીના છે અને મોદી તેમના છે. મારું ભારત મારો પરિવાર છે.'

2019માં 'મેં હું ચોકીદાર'ની જેમ ૨૦૨૪માં ભાજપનો દાવ

જણાવી દઈએ કે, ઠ પર ભાજપ નેતાઓ દ્વારા 'મોદી કા પરિવાર' નામનો ઉપયોગ ચૂંટણી પહેલા કરાયો છે. ત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે, એપ્રિલ-મે મહિનામાં થનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪ દરમિયાન ભાજપ આ 'મોદી કા પરિવાર' વાળા નારા અને અપ્રોચ દ્વારા વોટર્સને સાધવા માંગશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીનું એક નિવેદન ખુબ પૉપ્યુલર થયું હતું. તેમણે કહ્યું હતું કે, 'મેં ચોકીદાર હું'. ભાજપ તરફથી આ સ્લોગનને લઈને મોટા સ્તર પર અભિયાન પણ ચલાવાયું હતું.

Tags :