Get The App

દિલ્હી-મહારાષ્ટ્રમાં ભાજપે ગુજરાતના લોકોના મત નંખાવીને ચૂંટણી જીતી હતી, મમતાનો દાવો

Updated: Feb 27th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી-મહારાષ્ટ્રમાં ભાજપે ગુજરાતના લોકોના મત નંખાવીને ચૂંટણી જીતી હતી, મમતાનો દાવો 1 - image


Mamata Banerjee: પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેમણે 27 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ કોલકાતાના નેતાજી સ્ટેડિયમમાં દરેક સાંસદો અને વિધાયકોથી લઈને તાલુકા લેવલના નેતાઓની બેઠક બોલાવી હતી. આ મીટિંગમાં તેમણે દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભાજપની જીત પર ચૂંટણી આયોગની કાર્ય પદ્ધતિ પર આરોપ લગાવ્યો હતો. 

દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભાજપ ખોટા વોટ નંખાવીને ચૂંટણી જીત્યા

મમતા બેનર્જીએ કહ્યું કે, દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભાજપ હરિયાણા અને ગુજરાતના લોકોના ખોટા વોટ નંખાવીને ચૂંટણી જીત્યો છે. તેમણે કાર્યકર્તાઓ સામે એલાન કર્યું હતું કે, જો જરુર પડશે તો અમે મતદાન યાદીમાંથી ફર્જી મતદારોના નામ હટાવવાની માંગ માટે ચૂંટણી આયોગના કાર્યાલયની સામે ધરણા કરીશું.

નવા ECIની નિમણૂક પર શું બોલ્યા મમતા બેનર્જી

આ બેઠકમાં મમતા બેનર્જીએ ભાજપ પર જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરીને ચૂંટણી પંચને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, 'જ્યાં સુધી ચૂંટણી પંચ નિષ્પક્ષ ન હોય ત્યાં સુધી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાઈ શકતી નથી.

Tags :